Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

૪ ટકા સેસના વધારાને કારણે તમારા ઉપર કેટલો બોજો પડશે?

નવા ટેકસ સ્લેબમાં ૩ ટકા સેસ વધારો થવાથી કઇ આવક વર્ગ પર કેટલો બોજો પડશે

નવી દિલ્હી તા. ૨ : નાણાંપ્રધાન અરુણ જેટલીએ મોદી સરકારનું પૂર્ણ ગાળાનું આખરી બજેટ રજૂ કર્યું. એમાં સેસના રૂપમાં ત્રણ ટકા સેસ વધારવામાં આવ્યો છે. અત્યારસુધી માત્ર કૃષિ સેસ લાગતો હતો જે ૧ ટકા જેટલો હતો. પણ વર્ષ ૨૦૧૮ના બજેટમાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ ત્રણ ટકા સેસની જાહેરાત કરતાં હવે ૪ ટકા સેસ દેવો પડશે. એમાંથી બે ટકા સેસ શિક્ષણ અને ૧ ટકો સીનિયર સેકન્ડરી એજયુકેશનના રૂપમાં હશે. આ પ્રકારે લોકો પર ટેકસના રૂપે વધું ત્રણ ટકાનું કર ભારણ નાંખવામાં આવ્યું છે.

નવા ટેકસ સ્લેબને કારણે દરેક વર્ગમાં સેસને પગલે આવકવેરો પણ વધી જશે. નવા ટેકસ સ્લેબમાં ઉચ્ચ આવક વર્ગ ( ૧૫ લાખ આવક) વાળાઓને ૨૬૨૫ રૂપિયા વધું ટેકસ આપવો પડશે. આ પ્રકારે મધ્યમ આવક વર્ગમાં (૫થી ૧૦ લાખ આવક)માં ટેકસ ૧૧૨૫ રૂપિયા વધું આપવા પડશે. ઓછી આવક વર્ગ (૨.૫થી ૫ લાખ) વાળાઓને ૧૨૫ રૂપિયા વધું દેવા પડશે. ૫૦ લાખથી એક કરોડ સુધીની આવક પર ૧૦ ટકા સરચાર્જના રૂપમાં ચૂકવવા પડશે. તો એક કરોડથી વધુંની આવક થવા પર ૧૫ ટકા સરચાર્જ દેવો પડશે.

૬૦ વર્ષથી ઓછી ઉંમરવાળી શ્રેણીમાં

– ૨,૫૦,૦૦૦ સુધીની આવક પર કોઈ ટેકસ નહિં લાગે

– અઢી થી પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ૫ ટકા ટેકસ તે સિવાય ૪ ટકા સેસનો વધારાનો ટેકસ લાગશે. આ સ્લેબમાં ૧૩૦૦૦ રૂપિયા ટેકસ થાય છે. તો સેસને કારણે ૧૨૫ રૂપિયા વધારાના દેવા પડશે.

– પાંચથી ૧૦ લાખ સુધીની આવક પર ૧૨,૫૦૦ બીજો વધશે. પાંચ લાખથી ઉપરની આવક પર ૨૦ ટેકસ અને તે સિવાય ૪ ટકા સેસના રૂપે ટેકસ આપવો પડશે. આ સ્લેબમાં ટેકસની કુલ ચુકવણી એક લાખ પર ૧૭ હજાર રૂપિયા હશે. સેસને કારણે તેમાં ૧૧૨૫નો વધારો આપવો પડશે.

– દસ લાખથી વધારાની આવક ધરાવતા વર્ગના લોકોને ૧,૧૨,૫૦૦ રપિયા ટેકસ તે સિવાય દસ લાખથી વધું આવક પર ૩૦ ટકા ટેકસ પણ ચૂકવવો પડશે. તે સિવાય પાછો ૪ ટકા વધારાનો સેસ એમ થઈને આ ટેકસ સ્લેબમાં કુલ ટેકસ બે લાખ ૭૩ હજાર રૂપિયા થશે. એમાં સેસને કારણે ૨૬૨૫ રૂપિયાનો બોજો વધશે.

૬૦ વર્ષથી વધારે ઉંમરની વ્યકિતની  શ્રેણીમાં (સીનિયર સિટિજન)

– ત્રણ લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહિં

– ત્રણ લાખથી પાંચ લાખની આવક વર્ગમાં ત્રણ લાખથી ઉપરની આવક પર પાંચ ટકા ટેકસ લાગશે. સીનિયર સિટિજને ૪ ટકા સેસના રૂપે વધારાનો ટેકસ આપવો પડશે. આ ટેકસ સ્લેબમાં ૧૦,૪૦૦ રૂપિયા ટેકસ લાગશે. સેસને કારણે આ પર ૧૦૦ રૂપિયા વધારાનો બોજ પડશે.

– પાંચથી ૧૦ લાખના ટેકસ સ્લેબમાં દસહજાર સિવાય પાંચ લાખ ઉપરની આવક પર ૨૦ ટેકસ લાગશે. આ ટેકસમાં ૪ ટકા સેસ ચાર્જ લાગશે. આ પ્રકારે કુલ ટેકસ ૧,૧૪,૪૦૦ રૂપિયા થશે. એમાં સેસના રૂપમાં ૧૧૦૦ રૂપિયાનો વધારાનો ભાર પડશે.

-૧૦ લાખથી ઉપરની આવક પર ૧,૧૦,૦૦૦ સિવાય દસ લાખ ઉપરની આવક પર ૩૦ ટકા ટેકસ લાગશે. બજેટ પછી આ આવક વર્ગમાં ટેકસના રૂપે કુલ ૨,૭૪,૪૦૦ રૂપિયા દેવા પડશે. સેસના રૂપે એના પર ૨૬૦૦ રૂપિયા વધારાના દેવા પડશે.

૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યકિતની  શ્રેણીમાં (સુપર સીનિયર સિટિજન)

– પાંચલાખની આવક સુધી કોઈ ટેકસ આપવો નહિં પડે.

– પાંચ લાખથી દસ લાખની આવક પર પાંચ લાખથી ઉપરની આવક પર કુલ ૨૦ ટકા ટેકસ આપવો પડશે. એ સિવાય સુપર સીનિયર સિટિજનને પણ ૪ ટકા સેસ આપવો પડશે. જેને પરિણામે કુલ ટેકસની ચુકવણી ૧,૦૪,૦૦૦ થશે. આ પર ૪ ટકા સેસને પગલે વધારાના ૧૦૦૦ રૂપિયાનું વેરા ભારણ પડશે.

– દસ લાખથી ઉપરની આવક પર એક લાખ સિવાય દસ લાખ ઉપરથી આવક પર ૩૦ ટકાના દરે ટેકસ આપવો પડશે. એમાં ૪ ટકા સેસ અલગથી આપવો પડશે. આ આવક સ્લેબમાં સુપર સીનિયર સિટિજનને ટેકસ સ્વરૂપે ૨,૬૦,૦૦૦ ચૂકવવા પડશે. સેસને પગલે વધારાના ૨૫૦૦ આપવા પડશે.

(4:09 pm IST)