Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અફઘાન ન લોકો સાથે સારૂ વર્તન કરવા તાલીબાન લડાકુઓને નેતાઓએ આપી સલાહ

આપણે તેમના સેવક છીએ તેમ સમજીને વર્તાવ કરવાની શીખ અપાઇ

કાબુલ :અમેરિકન સેનાની વિદાય બાદ કાબુલ ઍરપૉર્ટ પર સૈનિકોના વેશમાં તાલિબાન લડાકુઓને તાલિબાની નેતાઓએ સંબોધન કર્યું છે એમાં તેમાં લડાકુઓને "લોકસેવક" ગણવામાં આવ્યા છે.

તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે સૈન્ય ગણવેશમાં હાજર લડાકુઓને "આઝાદી" માટે વધામણી આપી.

એમણે કહ્યું, "અમને તમારી કુરબાનીઓ પર ગર્વ છે. આ તમે અને તમારા નેતાઓએ જે તકલીફો વેઠી છે એને કારણે શક્ય બન્યું છે. આ આપણા નેતાઓની ઇમાનદારી અને ધૈર્યનું ફળ છે કે આજે આપણે આઝાદ છીએ."

તાલિબાન પ્રવક્તાએ લડાકુઓને અફઘાનિસ્તાનના લોકો સાથે "સભ્યતાથી વર્તવાની" સલાહ આપી.

એમણે કહ્યું, "હું તમને અને અફઘાનિસ્તાનને અભિનંદન આપું છું. આપણે ઇચ્છીએ છીએ કે દેશ પર ફરી કોઈ હુમલો ન કરે. આપણે સુખી, સમૃદ્ધ અને સાચી ઇસ્લામી વ્યવસ્થા ઇચ્છીએ છીએ."

એ સાથે જે એમણે તાલિબાન લડાકુઓને અફઘાનિસ્તાનના લોકો સાથે "સભ્યતાથી વર્તવાની" સલાહ આપી.

જબીહુલ્લાહે કહ્યું, "હું આપને કહેવા ઇચ્છું છું કે તમે લોકો સાથેના વહેવારમાં સાવધાની રાખો. આ મલકે ઘણું સહન કર્યું છે. અફઘાન લોકો પ્રેમ અને સહાનુભૂતિના હકદાર છે એટલે એમની સામે શરાફતથી પેશ આવવું જોઈએ. આપણે એમનાં સેવક છીએ, આપણે પોતાને એમની ઉપર થોપી નથી દીધાં."

કાબુલ ઍરપૉર્ટ પર સૈન્ય ગણવેશમાં સજ્જ તાલિબાન લડાકુઓને નેતાઓનું સંબોધન

ઍરપૉર્ટ પર અન્ય એક મોટા તાલિબાની નેતા હનસ હક્કાનીએ કહ્યું, "અફઘાનિસ્તાનના લોકો ખુશ છે જોકે અનેક તત્ત્વો શાંતિ નથી ઇચ્છતા, તેઓ ઇચ્છે છે કે અમેરિકાનો કબજો કાયમ રહે."

તાલિબાનના સાથી હક્કાની નેટવર્કના નેતાને ત્યાં એક વીડિયો રિપોર્ટર સાથે વાત કરી જેની ક્લિપ તાલિબાનના એક મીડિયા પ્રભારી તારિક ગઝનીવાલાએ ટ્વિટ કર્યો છે.

હક્કાનીએ કહ્યું, "હું એક ડૉક્ટર સાથે વાત કરી રહ્યો હતો. એમણે કહ્યું, પહેલાં હૉસ્પિટલો ઘાયલો અને મૃતકોથી ભરાયેલી રહેતી, હવે એવું નથી."

એમણે કહ્યું, "જ્યારે કોઈ સત્તા પલટાય છે ત્યારે સ્વાભાવિક છે કે શરૂઆતમાં પડકારો પણ આવે...તમે ઘર બદલો છો તો થોડું નુકસાન પણ થાય છે. આ સત્તાનું પરિવર્તન હતું."

(12:00 am IST)