Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઇસ્લામિક દેશ માલદીવમાં ન્યૂડ વીડિયો અને ફોટો લીક થતા હંગામો મચ્યો ઘણા મોટા ગજાનાં નેતાઓ અને સાંસદોનાં સમલૈંગિક સંબંધોનો પર્દાફાશ થયો

માલદિવમાં સમલૈંગિ કતા ગુનો હોવાથી વીડિ યોમાં દેખાતા શખ્સોની સામે પોલીસે તપાસ આરંભી વીડિયો લીક કરનાર શખ્સની ઓળખ થઈ ગઈ હોવાનો માલદીવ પોલીસનો દાવો

નવી દિલ્લી તા.૦૧  ઇસ્લામિક દેશ મફલદિ વમાં સમલૈંગિક સંબંધ બાંધાવોએ એક ગુનો છે. ત્યારે સ્થાનીક લોકો અને મોટા ગજાના નેતા તેમજ સાંસદનાં સમલૈંગિક સંબંધ બાંધતા ફોટો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે, ત્યારે બનાવને પગલે પોલીસે વીડિ યોમાં દેખાતા લોકોની તપાસ હાથ ધરી છે. તેમજ વીડિ યો વઈરલ કરનાર શખ્સ ઝડપાય ગયાનો પણ પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

સમલૈંગિકતાને અપરાધ માનતા ઇસ્લામિક દેશ માલદીવમાં લીક થયેલા નિવસ્ત્ર ફોટા અને વીડિયોએ હંગામો મચાવ્યો છે. ફોટા અને વીડિયોમાં ઘણા સાંસદો અને તેમના સંબંધીઓના સમલૈંગિક સંબંધોનો પર્દાફાશ થયો છે. વીડિયો અને ફોટોગ્રાફ્સમાં સ્થાનિક લોકો ગે સેક્સમાં વ્યસ્ત જોવા મળે છે. હવે માલદીવ પોલીસનું કહેવું છે કે, આ તસવીરો અને વીડિયો લીક કરનાર શકમંદની ઓળખ થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ મોહમ્મદ રિયાઝે એક પ્રેસ કોન્ફરન્સમાં ન્યૂડ વીડિયો લીક પાછળના શંકાસ્પદોની ઓળખ કરવાનો દાવો કર્યો છે. રિયાઝે કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે ત્યાર બાદ શકમંદો સંબંધિત વધુ માહિતી બહાર આવશે. રિયાઝે મીડિયાને કહ્યું, 'અમને આ કેસ સાથે જોડાયેલા કેટલાક શંકાસ્પદો વિશે માહિતી મળી છે. અમે હાલમાં વધુ વિગતો માટે શકમંદોની તપાસ કરી રહ્યા છીએ.

આ દરમિયાન વીડિયોમાં દેખાતા લોકોને બ્લેકમેલ કર્યાના અહેવાલો પણ સામે આવ્યા છે. માલદીવ પોલીસ કહી રહી છે કે, તેમને માર્ચ મહિના સુધી જ આવા બ્લેકમેલિંગના અહેવાલ મળ્યા છે. હજુ સુધી આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અધિકારીઓએ કહ્યું છે કે, વીડિયોમાં સમલૈંગિક સેક્સમાં સામેલ વ્યક્તિઓ સામે પણ તપાસ કરવામાં આવી રહી છે.

માલદીવમાં સમલૈંગિકતા ગુનો છે. માલદીવ ઇસ્લામિક નિયમોનું સખતપણે પાલન કરે છે. આ અંતર્ગત સમલૈંગિકતાને અપરાધ ગણવામાં આવ્યો છે. આ ગુનામાં દોષિત પુરવાર થાય તો સજાની જોગવાઈ છે. માર્ચ મહિનામાં જ્યારે આવા વીડિયો દેખાવા લાગ્યા ત્યારે સત્તાવાળાઓએ બ્લેકમેલિંગ અને તેને લગતા સમલૈંગિક અપરાધોની તપાસ શરૂ કરી.આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રિયાઝે આ મામલે મીડિયાને પણ અપીલ કરી છે કે, તેઓ કેસની તપાસમાં સહકાર આપે અને તપાસ સંબંધિત કોઈપણ સંવેદનશીલ માહિતીને જાહેરમાં જાહેર ન કરે.

તેમણે કહ્યું કે, કાયદો મીડિયાની પારદર્શિતાના સિદ્ધાંતને અનુસરે છે. પરંતુ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મીડિયાએ કોઈપણ સંવેદનશીલ માહિતીને સાર્વજનિક ન કરવી જોઈએ. રિયાઝે કહ્યું કે, જે પણ માહિતી બહાર આવશે, તે મીડિયાને જરૂરિયાત મુજબ આપવામાં આવશે.

રિયાઝે વધુમાં કહ્યું કે, સ્થાનિક મીડિયાના લોકોએ તપાસમાં અવરોધ ઊભો કરવાનું ટાળવું જોઈએ અને સંવેદનશીલ માહિતી કાઢવા માટે અધિકારીઓને હેરાન ન કરવા જોઈએ, તે તપાસને નબળી બનાવવાનું કામ કરશે. આ દરમિયાન મીડિયાને પૂછવામાં આવ્યું કે, લીક થયેલા વીડિયોમાં દેખાતા સમલૈંગિક પુરુષોની ધરપકડ કેમ કરવામાં આવી નથી. તેના જવાબમાં રિયાઝે કહ્યું કે, ધરપકડ કાયદાના દાયરામાં હશે અને તપાસ બાદ જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેની ધરપકડ કરવામાં આવશે.

લીક થયેલા વીડિયોને લઈને હોબાળો પણ થઈ રહ્યો છે કારણ કે, આ વીડિયોમાં માલદીવના ટોચના નેતાઓ અને તેમના સંબંધીઓના સમલૈંગિક સંબંધો સામે આવ્યા છે. લીક થયેલા વીડિયો માલદીવની સંસદના સ્પીકર મોહમ્મદ નશીદના ભાઈ વકીલ નજીમ સત્તાર એક સ્થળાંતરિત વ્યક્તિ સાથે સમલૈંગિક સેક્સ કરતા જોવા મળે છે.

અન્ય લીક થયેલી તસવીરમાં, દક્ષિણ-હેનવીરુ સાંસદ હુસૈન શહીમ એક મહિલા અને પુરુષ વચ્ચે વાંધાજનક સ્થિતિમાં સૂતા જોવા મળે છે.

(8:48 pm IST)