Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

તેલંગણામાં દેશનો સૌથી મોટો તરતો પાવર પ્લાન્ટ શરૃ થયો

અવનવી તકનીક માટે ભારત જગવિખ્યાત : કંપનીએ ૧૦૦ મેગાવોટ રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટમાંથી ૨૦ મેગાવોટની ક્ષમતાની સીઓડી જાહેર કરી

નવી દિલ્હી, તા.૧ : ભારત તેની અવનવી તકનીક અને અજબ-ગજબ રીતને કારણે જગવિખ્યાત છે. ભારતની સૌથી મોટી ઈન્ટીગ્રેટેડ એનર્જી કંપની, એનટીપીસી લિમિટેડે દેશનો સૌથી મોટો તરતો સોલર પાવર પ્લાન્ટ શરૃ કર્યો છે. કંપનીએ ૧૦૦ મેગાવોટ રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટમાંથી ૨૦ મેગાવોટની ક્ષમતાની સીઓડી જાહેર કરી છે એટલેકે સૌર ઉર્જા ઉત્પાદન એકમમાંથી ઉત્પાદનની શરૃઆત થઈ છે. રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ એનટીપીસી દ્વારા શરૃ કરાયેલ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્લાન્ટ છે. સફળતાપૂર્વક શરૃઆત સાથે રામાગુંડમ, તેલંગણા ખાતે ૧૦૦ મેગાવોટ રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટમાંથી ૨૦ મેગાવોટની છેલ્લી ભાગની ક્ષમતા સાથે કોમર્શિયલ ઉત્પાદન શરૃ કર્યું છે. ૧લી જુલાઈથી આ પાવર પ્લાન્ટમાંથી પ્રોડક્શન શરૃ થયું છે. એનટીપીસીની કુલ ઇન્સ્ટોલેશન કેપિસીટી ૬૯,૧૩૪.૨૦ મેગાવોટ છે, જેમાં ૨૩ કોલસા આધારિત, ૭ ગેસ આધારિત, ૧ હાઇડ્રો, ૧૯ રીન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ છે. કંપનીની સંયુક્ત સાહસ હેઠળ દ્ગ્ઁઝ્ર પાસે ૯ કોલસા આધારિત, ૪ ગેસ આધારિત, ૮ હાઇડ્રો અને ૫ રીન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ પણ છે.

 

(8:31 pm IST)