Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પટણાની સિવિલ કોર્ટમાં રેડ કરીને જપ્‍ત કરેલ બોમ્‍બ પોલીસ કર્મચારીના હાથમાં જ ફુટી જતા ઇજા

પરિસરમાં દોડધામ મચી ગઇઃ લોકોના ટોળા ઉમટી પડયા

પટણાઃ પટણાની સિવિલ કોર્ટમાં એક બોમ્બ ફાટતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ દૂર્ઘટનામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. બીજી તરફ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટ થતા જ ધૂમાડો ફેલાઇ ગયો હતો અને પરિસરમાં લોકોની ભીડ ભેગી થઇ ગઇ હતી.

મળતી જાણકારી અનુસાર, કદમકુઆ પોલીસ સ્ટેશનની પોલીસે પટેલ હોસ્ટેલમાં રેડ કરીને બોમ્બ જપ્ત કર્યો હતો. એફએસએલ તપાસના આદેશ માટે શુક્રવારની બપોરે પોલીસ કર્મી બોમ્બ લઇને સિવિલ કોર્ટમાં પહોચ્યો હતો. આ દરમિયાન અચાનક બોમ્બ પોલીસ કર્મીના હાથમાં જ ફાટી ગયો હતો.

બોમ્બ વિસ્ફોટ બાદ સિવિલ કોર્ટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને એફએસએલની ટીમ પણ ડોગ સ્કવોર્ડ સાથે તપાસ માટે ઘટનાસ્થળે દોડી આવી હતી.

કહેવામાં આવે છે કે બોમ્બને પુરાવા તરીકે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો જેથી તેનું સત્ય ચકાસી સકાય પરંતુ આ દરમિયાન બોમ્બમાં વિસ્ફોટ થયો હતો.

(5:48 pm IST)