Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વિદેશી ભંડોળની ઉદાસીનતાને કારણે ડોલર સામે રૂપિયો ૭૯.૧૧

નવી દિલ્‍હી, તા.૧: ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડીને રૂ. ૭૮.૯૯ પર ટ્રેડ કરી રહ્યો હતો, પછી અચાનક રૂ. ૭૯.૧૧ના નીચલા સ્‍તરે સરકી ગયો.
શુક્રવારે શરૂઆતી કારોબારમાં, ભારતીય રૂપિયો ડૉલરની સરખામણીએ ૭૯.૧૧ રૂપિયાના સૌથી નીચા સ્‍તરે સરકી ગયો છે. એવું માનવામાં આવે છે કે વિદેશી ફંડ્‍સ દ્વારા બજારમાંથી સતત નાણાં ઉપાડવાના કારણે રોકાણકારોમાં વધતા મંદીના સેન્‍ટિમેન્‍ટને કારણે આવું થયું છે.
ઇન્‍ટર બેંક ફોરેન એક્‍સચેન્‍જ પર, ભારતીય રૂપિયો ડોલર સામે ૭૮.૯૯ રૂપિયા પર નબળો ટ્રેડ કરી રહ્યો હતો, પછી અચાનક ૭૯.૧૧ રૂપિયાના નીચલા સ્‍તરે સરકી ગયો. આ પહેલા ગુરુવારે ભારતીય રૂપિયો ૩ પૈસા ઘટીને ૭૯.૦૬ રૂપિયા પર બંધ થયો હતો.
બીજી તરફ, છ મુખ્‍ય ચલણો સામે ડોલરની મજબૂતાઈને માપતો ડોલર ઈન્‍ડેક્‍સ આ ઈન્‍ડેક્‍સ પર ૦.૨૧ ટકાની મજબૂતાઈ સાથે ૧૦૪.૯૦ પર ટ્રેડ થઈ રહ્યો છે.
Finrex ટ્રેઝરી એડવાઈઝર્સના ટ્રેઝરી હેડ અનિલ કુમાર ભણસાલીનું કહેવું છે કે ભારતીય રૂપિયો નબળાઈ સાથે ખુલ્‍યો છે. બજારમાં કયાંયથી એશિયન કરન્‍સીમાં ફંડના પ્રવાહ કે મજબૂતીના કોઈ સંકેત નથી. વધતા વ્‍યાજ દરો વચ્‍ચે બ્રાન્‍ડ ક્રૂડ ઓઈલના ભાવ નીચે આવી રહ્યા છે અથવા સુસ્‍ત રહે છે.
ભારતના સ્‍થાનિક બજારની વાત કરીએ તો, ૩૦ શેરો વાળા સેન્‍સેક્‍સ લગભગ ૫૦૦ પોઈન્‍ટ ડાઉન છે, જ્‍યારે ૫૦ શેરો વાળા નિફ્‌ટી લગભગ ૧૫૦ પોઈન્‍ટ નીચે ટ્રેડ કરી રહ્યા છે. FII બજારમાં ચોખ્‍ખા વેચાણકર્તા છે. સ્‍ટોક એક્‍સચેન્‍જના ડેટા અનુસાર, તેણે ગુરુવારે ૧૧૩૮.૦૫ કરોડ રૂપિયાના શેર વેચ્‍યા છે.

 

(3:36 pm IST)