Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રશિયાનો ભારતીય ક્રૂડ માર્કેટમાં વધ્યો દબદબો :ઈરાક અને સાઉદી અરબને પછાડી સૌથી મોટો ક્રૂડ સપ્લાયર દેશ બન્યો

ભારતની રિફાઈનરી રશિયાના સસ્તા ક્રૂડ ઓઈલ તરફ આકર્ષિત : રશિયા ચાલુ મહિને ભારતને પ્રતિ દિવસ એક મિલિયન અને 1.2 મિલિયન બેરલ ક્રૂડ મોકલી શકે

રશિયાએ ભારતીય ક્રૂડ માર્કેટમાં પોતાની પકડ વધારી દીધી છે. ઈરાક અને સાઉદી અરબને પછાડતા રશિયા એશિયાનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર દેશ બની શકે છે. રશિયા પાસે હવે પોતાના જૂના યુરોપીયન ખરીદદારો નથી. તેવામાં રશિયા ચાલુ મહિને દુનિયાના ત્રીજા મોટા ક્રૂડ આયાતકાર દેશ ભારતને પ્રતિ દિવસ એક મિલિયન અને 1.2 મિલિયન બેરલ ક્રૂડ મોકલી શકે છે. જેના કારણે રશિયા ભારતને ક્રૂડ નિકાસ કરવાના મામલે ઈરાકની બરાબરી પર અથવા તેનાથી વધુ તેમજ સાઉદી અરબથી ઘણું આગળ રહેશે.

  ઈરાક પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઈરાકે હવે એશિયામાં પોતાના માર્કેટ હિસ્સેદારી માટે મુકાબલો કરવાનો રહેશે. તેણે ઓછી કિંમતે ક્રૂડ ઓફર કરવું પડી શકે છે. ભારતની રિફાઈનરી રશિયાના સસ્તા ક્રૂડ ઓઈલ તરફ આકર્ષિત થઈ રહી છે. રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે. જેના પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પણ નજર છે

(12:26 am IST)