Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જેફ બેઝોસની બ્લુ ઓરીજીને ચોથી અંતરિક્ષ ઉડાન સફળ: છ વૃધ્ધોને કરાવી સ્પેસ સફર

તમામ છ લોકોએ ધરતીથી 100 કિલોમીટર ઉપર કારમાન લાઈન સુધી યાત્રા કરી

નવી દિલ્હી ; બ્લુ ઓરિજિને છ લોકોને પહેલીવાર સ્પેસ ટુરિઝમ પર મોકલ્યા હતા. આ વર્ષે જેફ બેઝોસની સ્પેસ કંપની 9 વખત આવી ફ્લાઈટ્સ ઉડાડશે. જે છ લોકોએ ગુરૂવારે એટલે કે 31 માર્ચ 2022એ અંતરિક્ષની યાત્રા કરી છે. તેમાંથી પાંચે બ્લૂ ઓરિજિન કંપનીને કેટલા રૂપિયા ચૂકવ્યા છે, તેનો ખુલાસો કરાયો નથી. આ તમામ છ લોકોએ ધરતીથી 100 કિલોમીટર ઉપર કારમાન લાઈન સુધી યાત્રા કરી છે.

છ લોકોમાં સામેલ છે. ન્યુ શેફર્ડના આર્કિટેક્ટ ગેરી લાઈ. પર્યટક માર્ટી એલેન, પતિ અને પત્ની શૈરોન અને માર્ક હેગલ, જિમ કિચેન અને ડો. જ્યોર્જ નીલ્ડ. આ લોકોએ ન્યુ શેફર્ડ અંતરિક્ષયાનમાં કુલ મળીને 10 મિનિટથી થોડા વધારે સમયની યાત્રા કરી. જેમાંથી લગભગ 3 મિનિટ તેમણે જીરો ગ્રેવિટી એટલે કે ભારહીનતાને મેહસૂસ કર્યુ. આ બ્લૂ ઓરિજિનની કોઈ પહેલી ઉડાન નથી. એક વર્ષની અંદર આ ચોથી ઉડાન છે.

(11:25 pm IST)