Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

લખનૌમાં ભાજપના કાર્યાલય સામે જ મહિલાનો શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

સીએમ યોગી તે સમયે કાર્યાલયની અંદર પીએમ મોદીનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ જોઈ રહ્યા હતા: પોલીસ તેના પુત્રને ખોટી રીતે હેરાન કરતા હોવાનો મહિલાનો આક્ષેપ

યુપીની રાજધાની લખનૌમાં એક મહિલાએ ભાજપના કાર્યલય સામે જ આત્મવિલોપનની કોશિશ કરી છે.

સીએમ યોગી તે સમયે કાર્યાલયની અંદર હતા અને પીએમ મોદીનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ જોઈ રહ્યા હતા.રામપ્યારી નામની મહિલાનો આક્ષેપ છે કે, મારા પુત્રને પોલીસ નિર્દોષ હોવા છતા હેરાન કરી રહી છે અને તેને જેલમાં ધકેલી રહી છે.

આ મહિલા શરીર પર કેરોસીન છાંટીને આવી હતી. તેણે આત્મવિલોપન કરવાની કોશિશ કરી ત્યારે ફરજ પર હાજર પોલીસોએ તેને રોકી હતી. હાલમાં તેને હોસ્પિટલ મોકલવામાં આવી છે. મહિલાએ સીએમ યોગી પાસે ન્યાયની માંગણી કરી છે અને પોલીસ પર પુત્રને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

(11:21 pm IST)