Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોંઘવારીનો બેરહેમ માર : પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 83 પૈસાનો લિટરે વધારો ઝીકાયો

છેલ્લા 11 દિવસમાં 10 વખત ભાવ વધારો : પેટ્રોલમાં 7.20 રૂપિયા અને ડીઝલમાં 7,39 રૂપિયાનો ડામ દીધ

સતત મોંઘા થતા ડીઝલ-પેટ્રોલ હવે સામાન્ય લોકો પર તબાહી મચાવી રહ્યા છે. ઈંધણના ભાવમાં વધારો થાય તે પહેલા જ અનેક આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે રોજ બરોજ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ ફરી વધ્યા છેપેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 83 પૈસાનો લિટરે વધારો ઝીકાયો  છે  છેલ્લા 11 દિવસમાં 10 વખત ભાવ વધારો કરાયો છે જેમાં પેટ્રોલમાં 7.20 રૂપિયા અને ડીઝલમાં 7,39 રૂપિયાનો ડામ દીધો છે 

ડીઝલ અને પેટ્રોલના ભાવ ચાર મહિનાથી વધુ સમય સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચથી સતત વધી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં 10 દિવસથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

(10:59 pm IST)