Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ખેડૂતોની માઠી બેઠી: DAPના ખાતરમાં 150 રૂપિયાનો વધારો, NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો ઝીકાયો

વીજકાપ, સિંચાઈ માટે પાણી કાપ અને હવે બિયારણ બાદ ખાતરના ભાવમાં વધારાનો માર

નવી દિલ્હી : વીજકાપ, સિંચાઈ માટે પાણી કાપ અને હવે બિયારણ બાદ ખાતરના ભાવમાં વધારાનો માર.એકબાદ એક ખેડૂતોને ખેતીમાં ઝટકા સાથે ફટકા પડી રહ્યા છે.ભાવ વધારાને કારણે ખેડૂતોની ખેતી અને ખેતીમાં થતી ઉપજ બન્નેમાં નુકસાની આવી રહી છે.કેટલીક ખેતીમાં ખર્ચ પરવડતો ના હોવાથી, ખેડૂતોને ઉત્પાદન અને ઉત્પાદકતા બન્નેમાં નુકસાની વેઠવાનો વારો આવે છે.

 ખેડૂતોની ખેતીમાં વપરાતા DAP અને NPK ખાતરના ભાવમાં થયેલા વધારાથી આક્રોશ છે.તો બીજી તરફ સરકાર ભાવ વધારા પાછળ રશિયા-યુક્રેનના યુદ્ધનું કારણ આપી રહી છે.હવે સવાલ એ છે કે ખાતરના ભાવ વધે તો ખેડૂતો સમૃદ્ધી તરફ કેવી રીતે આગળ વધે?.ખેતીમાં ખેડૂતોને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.?

(9:35 pm IST)