Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

યુક્રેને આપ્યો વળતો જવાબ: રશિયા પર હુમલો કર્યો : બે તેલ ડેપો ઉડાવી દીધા

યુક્રેને તેની સરહદથી 25 માઈલ અંદર સુધી આવીને તેલ ડેપો ઉડાવી દીધો: રશિયાનો આરોપ

યુક્રેન અને રશિયા વચ્ચે આ યુદ્ધ હવે ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. આ યુદ્ધમાં સતત હુમલા વેઠી રહેલુ યુક્રેન હવે વળતો જવાબ આપી રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે, હવે યુક્રેનની સેનાએ રશિયાની સરહદ પર હુમલો કર્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રશિયાનો આરોપ છે કે, યુક્રેને તેની સરહદથી 25 માઈલ અંદર સુધી આવીને તેલ ડેપો ઉડાવી દીધો છે. 

રશિયાએ આ દાવો એવા સમયે કર્યો છે, જ્યારે એક્સપર્ટે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે, તે ખુદ પોતાના વિસ્તારમાં થોડાક હુમલાઓ દેખાડા માટે કરે છે. અને યુક્રેન પર આરોપ થોપી રહ્યા છે. રશિયાના અધિકારી યાકેસ્લાવ ગ્લાડકોવે કહ્યું કે, યુક્રેને બે સૈન્ય હેલીકોપ્ટરો દ્વારા આ અટેક કર્યો છે.  

રશિયાએ કહ્યું કે, તેણે બેલગોરોદ શહેરમાં બે યુક્રેની હેલિકોપ્ટર ઘુસી આવ્યા અને તેણે S-8 રોકેટ્સ દ્વારા અટેક કર્યો. ત્યારે આવા સમયે જાણકારોનું કહેવુ છે કે, રશિયાનો દાવો જો સાચો હોય તો, બીજા વિશ્વ યુદ્ધ બાદ આ પહેલો મોકો હશે, રશિયામાં પહેલીવાર કોઈ દેશે એરસ્ટ્રાઈક કરી હોય.

યુક્રેને જે તેલ ડેપો પર અટેક કર્યો છે, તેનું સંચાલન રશિયાની સરકારી કંપની રોજનેફ્ટ કરે છે. આ અટેકમાં કંપનીના બે વર્કર પણ ઘાયલ થયા છે. જો કે, કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ હુમલામાં કોઈના મોતના સમાચાર આવ્યા નથી. આ ઉપરાંત આજૂબાજૂમાં ઘણા લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. જાનમાલનું નુકસાન ઓછુ થાય તેના માટે આ કામ કરવામાં આવ્યું છે. આ હુમલાનો વીડિયો સો. મીડિયા પર વાયરલ થયો છે. 

(9:29 pm IST)