Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

સ્વર્ગસ્થ શિવકુમાર સ્વામીજીને ' ભારત રત્ન ' માટે ભલામણ કરતી અરજી નામંજૂર : એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની ભલામણ પર નક્કી કરવામાં આવે છે : કર્ણાટક હાઈકોર્ટ

બેંગ્લુરુ : સ્વર્ગસ્થ શિવકુમાર સ્વામીજીને ' ભારત રત્ન ' માટે ભલામણ કરતી અરજી કર્ણાટક હાઇકોર્ટે નામંજૂર કરી છે. જેના કારણમાં જણાવાયા મુજબ  એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની ભલામણ પર નક્કી કરવામાં આવે છે

કોર્ટે જાહેર હિતની અરજીને 'ખોટી ધારણા' ગણાવી અને એ જ કહીને ફગાવી દીધી કે એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની ભલામણ પર નક્કી કરવામાં આવે છે.

ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી અને જસ્ટિસ એસઆર કૃષ્ણ કુમારની ડિવિઝન બેન્ચે રિટ પિટિશનને "ખોટી કલ્પના" ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત રત્નનો એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની ભલામણ પર નક્કી કરવાનો છે.

કોર્ટે એ પણ સૂચન કર્યું કે અરજદાર રેહાન ખાને વિનંતી સાથે ગૃહ પ્રધાન અમિત શાહનો સંપર્ક કરવો જોઈએ, ખાસ કરીને શાહ હાલમાં બેંગલુરુમાં જ છે તેમ જણાવ્યું હતું.
 

(8:16 pm IST)