Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

સાબરમતી આશ્રમના સૂચિત પુનર્વિકાસમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર : મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ કરેલી અરજી અંગે નામદાર કોર્ટનું મંતવ્ય : નવેસરથી નિર્ણય લેવા માટે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પરત મોકલ્યો

ન્યુદિલ્હી : સુપ્રિમ કોર્ટે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટના એક આદેશને ફગાવી દીધો હતો તથા ગુજરાત રાજ્ય દ્વારા સાબરમતી આશ્રમના સૂચિત પુનર્વિકાસમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની ખંડપીઠે વિગતવાર સુનાવણી બાદ નવેસરથી નિર્ણય લેવા માટે આ મામલો હાઈકોર્ટમાં પાછો મોકલ્યો.[તુષાર અરુણ ગાંધી વિરુદ્ધ ગુજરાત રાજ્ય]

હાઈકોર્ટના આદેશને પડકારતી મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી (અપીલકર્તા) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કોર્ટ કરી રહી હતી.

તેમણે દાવો કર્યો હતો કે મારી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને મારા દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં લીધા વિના એડવોકેટ જનરલ દ્વારા કરવામાં આવેલા મર્યાદિત ગેરમાર્ગે દોરનારા નિવેદન" પર સરકારના ઠરાવને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ આ મામલો નિયમિત રીતે હાથ ધરવા હાઈકોર્ટને વિનંતી કરી શકે છે પરંતુ કેસની યોગ્યતા પર કોઈ અવલોકન ન કરવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)