Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

રાજ્યોમાં પ્રતિબંધ દૂર કરવા ઉતાવળભર્યું પગલું : દેશના નિષ્ણાતોએ આપી ચેતવણી...

લોકોએ માસ્ક લગાવીને રાખવા જોઈએ. તેનાથી કોરોના વાયરસ, ઇન્ફ્લુએંજા અને સ્વાઇન ફ્લૂ જેવા અન્ય સંક્રમણોથી બચી શકાય

નવી દિલ્હી :દેશના ઘણા રાજ્યોએ કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે કોરોના પ્રતિબંધોને પુરી રીતે હટાવી દીધા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં માસ્ક લગાવવા પણ જરુરી રહ્યા નથી. આ પહેલા દિલ્હીમાં માસ્ક ફરજિયાત હતા અને તેના ઉલ્લઘંન પર પહેલા 2000 રૂપિયા અને પછી 500 રૂપિયા દંડ નક્કી કર્યો હતો. દેશમાં કોવિડ-19માં સતત ઘટાડા વચ્ચે જ્યારે કોરોના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી હતી ત્યારે દેશના વિશેષજ્ઞોએ સલાહ આપી કે પ્રતિબંધોને પુરી રીતે દૂર કરવા ઉતાવળ ભર્યું રહી શકે છે. તેમણે કહ્યું કે લોકોએ માસ્ક લગાવીને રાખવા જોઈએ. તેનાથી કોરોના વાયરસ, ઇન્ફ્લુએંજા અને સ્વાઇન ફ્લૂ જેવા અન્ય સંક્રમણોથી બચી શકાય છે.

દેશના પ્રસિદ્ધ વાયરોલોજિસ્ટ ટી જૈકબ જોને કહ્યું કે ભારતમાં મહામારી ખતમ થઇ ગઈ છે. જેથી SARS-CoV-2 સંક્રમણને ઓછું કરવા માટે માસ્કના ઉપયોગની આવશ્યકતા નથી. જોકે સાર્વજનિક સ્થળો પર સ્વૈચ્છિક રુપથી માસ્ક પહેરવાને પ્રોત્સાહન આપવું એક સારો વિચાર છે. જેનાથી ટીબી, ફ્લૂ વાયરસ, અન્ય શ્વસન વાયરસ, એડેનોવાયરસ, કોમન કોલ્ડ વાયરસ વગેરે સહિત ધૂળ અને અન્ય સંક્રમણોને ઓછા કરી શકાય છે

ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ સેન્ટર ઓફ એડવાન્સ રિસર્ચ ઇન વાયરોલોજીના પૂર્વ નિર્દેશક જોને કહ્યું કે માસ્ક પહેરવાની આદત બીમારીઓને ઓછી કરશે. વર્તમાનમાં આપણે ગુદા પ્રત્યારોપણના રોગીઓને માસ્ક પહેરતા જોઇએ છીએ. માસ્ક પહેરવાથી બધાને લાભ થશે. ટ્રેન, એરપોર્ટ વગેરેમાં માસ્ક પહેરવા જ જોઈએ.

વાયરોલોજિસ્ટ ટી જેકબ જોને કહ્યું કે આ મારી અંગત સલાહ છે કે બધી હોસ્પિટલ પરિસરો, આઉટ પેશન્ટ ક્લિનિકો અને વેઇટિંગ એરિયામાં માસ્ક પહેરવાનો સક્રિય પ્રચાર કરવો જોઈએ. કર્મચારીઓ, રોગીઓ, સંબંધીઓ વગેરેએ માસ્ક પહેરવા જોઈએ. ફરિદાબાદના ફોર્ટિંસ એસ્કોર્ટ્સ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના અતિરિક્ત નિર્દેશક અને વિભાગ અધ્યક્ષ ડો. રવિ શેખર ઝા એ કહ્યું કે માસ્ક પહેરવાનું ફરજિયાત હોવું જોઈએ અને આ આદતને બનાવી રાખવી જોઈએ. કોરોના નિયમ અને માસ્ક પુરી રીતે છોડવા ઠીક નથી

(7:44 pm IST)