Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

માર્ચ માસમાં દેશમાં જીએસટીની આવક ૧,૪૨,૦૯૫ કરોડ થઈ

જીએસટીના અમલ પછીની સૌથી વધુ માસિક આવક ઃ ગત માર્ચ ૨૦૨૧ કરતા માર્ચ ૨૦૨૨માં જીએસટીની આવક ૧૫ ટકા વધારે, આ મહિનામાં ૯૪૧૭ કરોડની સેશ પણ એક્ત્ર કરવામાં આવી

નવી દિલ્હી, તા.૧ ઃ માર્ચ મહિનામાં (ફેબ્રુઆરી મહિનામાં થયેલા બિલિંગ માટે ભરવામાં આવતો ટેક્સ) દેશમાં જીએસટીની કુલ આવક રૃ.૧,૪૨,૦૯૫ કરોડ થઇ છે જે જીએસટીના અમલ પછીની સૌથી વધુ માસિક આવક છે. કુલ આવકમાં કેન્દ્રીય જીએસટી રૃ.૨૫૮૩૦ કરોડ, રાજ્ય નો જીએસટી રૃ.૩૨,૩૭૮ કરોડ આને આયાત-નિકાસનો આઇજીએસટી રૃ.૭૪૪૭૦ કરોડ છે.

આ મહિનામાં રૃ. ૯૪૧૭ કરોડની સેશ પણ એક્ત્ર કરવામાં આવી છે.

ગત માર્ચ ૨૦૨૧ કરતા માર્ચ ૨૦૨૨માં જીએસટીની આવક ૧૫ ટકા વધારે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સરેરાશ દર મહિને રૃ. ૧.૩૮ લાખ કરોડની જીએસટીની વસૂલાત થઇ છે જે પાછલા વર્ષ રૃ.૧.૩૦ લાખ કરોડ હતી.

માર્ચ મહિનામાં ગુજરાત રાજ્યની જીએસટીની આવક ગત વર્ષ કરતા ૧૨ ટકા વધીને રૃ.૯૧૫૮ કરોડ થઇ છે. જ્યારે સમગ્ર દેશમાં ઓરિસ્સા ૨૬ ટકા, મેઘાલય ૧૯ ટકા, બિહાર ૧૩ ટકા, હરિયાણા ૧૭ ટકા વધી છે જે ગુજરાત કરતા વધારે છે.

(7:43 pm IST)