Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

હીરો મોટોકોર્પે શેલ કંપનીઓ દ્વારા ૮૦૦ કરોડની વેરા ચોરી કરી

હીરોમોટો કોર્પ પરના આઈટીના દરોડાની વિગતો સામે આવી ઃ કંપનીએ ૮૦૦ કરોડથી વધુનો ખર્ચ બિઝનેસ હેતુ માટે નહોતો કર્યો પરંતુ ઇવેન્ટ કંપનીની સર્વિસ માટે ચૂકવ્યા

મુંબઈ, તા.૧ ઃ ભારતના સૌથી ટોચના બિઝનેસ સમૂહ હીરોમોટો કોર્પ પર આવકવેરા વિભાગે ગત મહિનાના અંતે હાથ ધરેલ સર્ચ ઓપરેશનની વિગતો બહાર આવી રહી છે. હીરો મોટોકોર્પના ચોપડા તપાસતા આઈટી વિભાગને રૃ. ૮૦૦ કરોડથી બિનહિસાબી ખર્ચ મળી આવ્યો છે, જે શેલ કંપનીઓ થકી ટેક્સ ચોરી માટે કરવામાં આવ્યો હોવાની આશંકા છે.

એક અહેવાલ અનુસાર કંપનીએ બેલેન્સશીટ પર રૃ. ૮૦૦ કરોડથી વધુનો ખર્ચ બિઝનેસ હેતુ માટે નહોતો કર્યો પરંતુ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સર્વિસ માટે ચૂકવ્યા હતા, જેણે કથિત રીતે આ આ રકમ ઉપાડી લીધી હોવાની આશંકા છે. આવકવેરા વિભાગની તપાસ મુજબ આ ગોલમાલ શેલ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (ઝ્રમ્ડ્ઢ્)એ કંપનીનું નામ લીધા વગર ગુરુવારે જણાવ્યું હતું કે, *બિન-વ્યવસાયિક હેતુઓ માટેના આ પ્રકારના દાવાઓ આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની જોગવાઈઓ હેઠળ અસ્વીકાર્ય ખર્ચ છે.*

આઈટી ડિપાર્ટમેન્ટે હીરો મોટોકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પવન મુંજાલ અને અન્ય ટોચના અધિકારીઓના અનેક ઠેકાણાં પર ત્રણ દિવસના સર્ચ ઓપરેશન

દરમિયાન, વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે અને જપ્ત કરીને આગળની શોધખોળ ચાલુ છે * સીબીડીટીએ જણાવ્યું હતુ.

આ સિવાય દિલ્હીમાં ૧૦ એકર ખેતીની જમીન કેટલીક માત્ર ચોપડા પર હોય તેવી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવી હતી. આ ટ્રાન્ઝેકશનમાં રૃ. ૬૦ કરોડથી વધુની બિનહિસાબી રોકડનો ઉપયોગ કરવાનું પણ બહાર આવ્યું છે.

આ સિવાય આઈટી અધિકારીઓએ રિયલ એસ્ટેટના બિઝનેસના અનેક દસ્તાવેજી પુરાવા જપ્ત કર્યા છે જેમાં દિલ્હીમાં તેમના વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં યુનિટના વેચાણના બદલામાં રોકડ પ્રાપ્ત થઈ હતી, જે કંપનીના ચોપડે નથી દર્શાવાઈ. તદુપરાંત ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરતી કંપની સંબંધિત બોગસ ખર્ચના બુકિંગ અને કુલ રૃ. ૫૦ કરોડથી વધુનું ફંડ રોટેટિંગ પણ મળી આવ્યું છે.

આ ઉપરાંત ૧.૩૫ કરોડ રૃપિયાથી વધુની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી અને ૩ કરોડ રૃપિયાથી વધુની જ્વેલરીને કામચલાઉ રીતે સીઝ કરવામાં આવી છે.

(7:38 pm IST)