Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

કેજરીવાલના આવાસ પર હુમલો : હાઇકોર્ટે દિલ્‍હી પોલીસ પાસે જવાબ માંગ્‍યો : બે સપ્‍તાહમાં રીપોર્ટ રજુ કરવા આદેશ

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સુરક્ષિત રાખવા કહ્યું

નવી દિલ્‍હી તા. ૧ : દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર હિંસક પ્રદર્શન અને તોડફોડના મામલાની સુનાવણી દરમિયાન દિલ્‍હી પોલીસે દિલ્‍હી પોલીસનો જવાબ માંગ્‍યો છે. કોર્ટે દિલ્‍હી પોલીસને બે સપ્તાહની અંદર સીલબંધ કવરમાં સ્‍ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ પણ આપ્‍યો છે.
આ સાથે હાઈકોર્ટે દિલ્‍હી પોલીસને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સાચવવા પણ કહ્યું છે. કાર્યકારી મુખ્‍ય ન્‍યાયાધીશ વિપિન સાંઘી અને ન્‍યાયાધીશ નવીન ચાવલાની બેન્‍ચ દ્વારા આ આદેશ આપવામાં આવ્‍યો હતો જયારે એવી માહિતી આપવામાં આવી હતી કે મુખ્‍ય પ્રધાનની સુરક્ષાની જવાબદારી દિલ્‍હી પોલીસની છે અને તેણે આ કેસની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે અને આઠ લોકોની ધરપકડ કરી છે.
વાસ્‍તવમાં, હાઈકોર્ટ ‘આપ' ધારાસભ્‍ય સૌરભ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જે દરમિયાન તેને આદેશ આપવામાં આવ્‍યો હતો, જેમાં માંગ કરવામાં આવી છે કે મુખ્‍યમંત્રીના નિવાસસ્‍થાન પર થયેલા હુમલાની તપાસ માટે SITની રચના કરવામાં આવે.

 

(4:08 pm IST)