Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને જુદા-જુદા બે ચેક રિટર્નના કેસમાં એક-એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

'તારીખ પે તારીખ મિલતી હૈ મગર ઇન્સાફ નહિ મિલતા' દામિની ફિલ્મનો સંવાદ લખનાર.. ઃ કુલ ૨૨.૫૦ લાખના ચેકરિટર્ન થયેલ હતાઃ ૬૦ દિવસમાં રકમ ચુકવી આપવા કોર્ટનો આદેશ

રાજકોટ,તા.૧: બોલીવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને કુલ રૃ. ૨૨.૫ લાખના ચેક રિટર્ન થયાના જુદાજુદા બે કેસમાં રાજકોટ એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.એચ.વસવેલીયાની અદાલતમાં તકસીરવાર ઠરાવીને બંને કેસમાં એક એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ૬૦ દિવસમાં ચૂકવી આપવા અને તેમાં કસુર કરે તો વધુ એક-એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબઙ્ગ બોલીવૂડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ પોતાના ધંધાના વિકાસ માટે ફરિયાદી અનિલભાઈ ધનરાજભાઇ જેઠાણી સાથેના સંબંધોના કારણે જુદી જુદી રકમ હાથ ઉછીની લીધેલ હતી અને તે અંગે ત્રણ જુદા જુદા ચેકો કુલ રૃપિયા ૨૨.૫૦ લાખ પરત કરવા માટે ફરીયાદીને આપેલ હતા. જે ચેક લખનારના ખાતામાં અપૂરતી રકમ હોવાની નોંધ સાથે બેન્કમાંથી પાછા ફર્યા હતા. જે બાબતે અનિલભાઈ દ્વારા વકીલ મારફતે રાજકુમાર સંતોષીને કાનૂની નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેણે રકમ ચૂકવી ન હતી તેમજ કોઈ જવાબ પણ આપ્યો ન હતો. આથીઙ્ગ ફરિયાદીએ બોલીવુડ નિર્માતા રાજકુમાર સંતોષી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબ રાજકોટની અદાલતમાં રૃપિયા ૧૭.૫ લાખ અને પાંચ લાખની એમ જુદી જુદી બે ફોજદારી ફરિયાદો દાખલ કરી હતી.

આ કેસો ચાલવા ઉપર આવતા આરોપીએ કોર્ટમાં ફરિયાદીએ મારા કોરા ચેકનો દુરૃપયોગ થયો છે અને મેં રકમો ચૂકવી આપેલ છે, જેથી નાણાકીય વ્યવહાર બાકી નથી, એવો વિરોધાભાસી બચાવ લેવામાં આવેલ હતો. આ કેસ દરમિયાન બેંકનો પુરાવા લેવાયો હતો, તેમાં બેંક અધિકારી દ્વારા ફરિયાદીની ફરિયાદની હકિકતોને સમર્થન અપાયું હતું. આ ઉપરાંત ફરીયાદી તરફે દલીલ કરવામાં આવી હતી કે આરોપી દ્વારા અગાઉ અપાયેલા ચેકો પણ રિટર્ન થયા હતા, તે વખતે નવા ચેકો બદલી આપવામાં આવ્યા હતા. તેમજ ફરિયાદીના ધારાશાસ્ત્રી દ્વારા આ બાબતે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરી આરોપીને તકસીરવાર ઠરાવી યોગ્ય નસીહત આપવા રજૂઆતો કરવામાં આવી હતી. જે ધ્યાને લઇને એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એન. એચ. વસવેલિયાની કોર્ટમાંઙ્ગ બોલીવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબ તકસીરવાર ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ ફરિયાદીને વળતર તરીકે ૬૦ દિવસમાં ચૂકવી આપવા, જો ન ચૂકવી આપે તો વધુ એક એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ કેસમાં ફરિયાદી વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રવીણભાઇ એચ. કોટેચા, રવિભાઈ સેજપાલ, રજની કુકડીયા, હરેશ મકવાણા, ચિંતન મહેતા, મોહિતભાઈ, દિવ્યેશ રૃડકીયા, અજયસિંહ ચુડાસમા, નિલય પાઠક અને પુર્વેશ કોટેચા રોકાયેલ હતા.

(4:02 pm IST)