Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

અમેરિકાના ફલોરિડામાં ભયંકર વાવાઝોડુઃઅંધારપટઃ બે ના મોત

અનેક મકાનો ધરાશાયીઃ ભારે નુકશાન

ફલોરિડાતા.૧:અમેરિકાના ફ્લોરિડા પેનહેન્ડલમાં ફૂંકાયેલા વાવાઝોડાના લીધે કમસેકમ બેના મોત થયા હતા. વાવાઝોડાના લીધે ભારે પવન ફૂંકાયો હતો અને મકાનો પડી ગયા હતા. વીજ લાઇન ધ્વસ્ત થઈ ગઈ હતી. કેટલાય મકાનોને નુકસાન થયું હતું.

શેરિફની ઓફિસે જણાવ્યું હતું કે ટોર્નેડોના લીધે કેટલાક ઘર નાશ પામ્યા હતા. તેમના ફેસબૂક પેજ બતાવતા હતા કે એક દ્યર તૂટી ગયુ હતુ અને બીજા દ્યર પર તૂટેલું વૃક્ષ પડયુ હતું. બીજી કોઈ વિગત તાત્કાલિક ઉપલબ્ધ નથી.

તાજેતરમાં ફૂંકાયેલા કમસેકમ બે ટોર્નેડોએઙ્ગ લોકોને ઇજા પહોંચાડી છે, ઘરોને નુકસાન પહોંચાડયુ છે અને કારોબારોને પણ નુકસાન થયું છે. મિસિસિપી અને ટેનેસીમાં પાવર લાઇન્સ ધ્વસ્ત થઈ ગઈ છે.

આ અગાઉ ફૂંકાયેલા વાવાઝોડાના લીધે આર્કેન્સાસ, મિસોરી અને ટેકસાસમાં નુકસાન થયું હતું. વાવાઝોડાના લીધે ગુરૃવારે લગભગ ૧,૮૫,૦૦૦ ગ્રાહકોએ વીજળી વગર ચલાવવું પડયુ હતું. આમ મિસિસિપી, અલ્બામા, ટેનેસી, કેન્ટુકી, ઇન્ડિયાન, ઓહિયો, મિશિગન વગેરે સ્થળો વાવાઝોડાનો ભોગ બન્યા છે.

(3:52 pm IST)