Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળીઃ NIAને મળેલા ઈમેલ બાદ તપાસ શરૂ

ઈમેલ નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સીની મુંબઈ શાખામાં પહોંચ્‍યો હતો

નવી દિલ્‍હી, તા.૧: PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સીને ધમકીભર્યો ઈ-મેલ મળ્‍યો હતો, ઈમેલ કરનારે કહ્યું કે તે આત્‍મહત્‍યા કરી રહ્યો છે જેથી આ ષડયંત્રનો પર્દાફાશ ન થાય, પીએમ મોદીને મારવા માટે ૨૦ સ્‍લીપર સેલ તૈયાર.તેમની પાસે કુલ ૨૦ કિગ્રા આરડીએક્‍સ છે.
નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA)ની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્‍યો છે.
નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA)ની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્‍યો છે. NIA (નેશનલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી) એ હવે આ વિગતો અન્‍ય એજન્‍સીઓને મોકલી છે.
મેલમાં લખવામાં આવ્‍યું છે કે વડાપ્રધાન પર ૨૦ કિલો (RDX)થી હુમલો કરવાની યોજના છે.

 

(3:16 pm IST)