Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

દર વર્ષે ૧૨.૧ કરોડથી વધુ થઇ રહી છે અનિચ્‍છનીય ગર્ભવસ્‍થા

મહિલાઓ માટે ખતરાની ઘંટી : ૪૫ ટકા ગર્ભપાત અસુરક્ષિત

નવી દિલ્‍હી તા. ૧ : વિશ્વભરમાં અંદાજે દર વર્ષે ૧૨.૧ કરોડ ગર્ભવસ્‍થા અનિચ્‍છનીય હોય છે. એક નવા સર્વેમાં આ વાત સામે આવી છે. જેનેસંયુક્‍ત રાષ્ટ્ર જનસંખ્‍યા કોષએખુબજ મોટું સંકટ ગણાવ્‍યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓમાં ગરીબી, અભણ, તેમજ ગર્ભનિરોધકો વિષેજાણકારીના અભાવ અથવા ગર્ભધારણ રોકવાના મામલે જવાબદારીના ઘટાડાના કારણે અનિચ્‍છનીય ગર્ભનો ખતરો વધે છે.

સ્‍ટેટ ઓફ વર્લ્‍ડ પોપ્‍યુલેશનના વાર્ષિક રિપોર્ટમાં સંયુક્‍ત રાષ્ટ્ર જનસંખ્‍યા કોષે જણાવ્‍યું કે ૬૦ ટકા થી વધુ અનિચ્‍છનીય ગર્ભવસ્‍થાનું પરિણામ ગર્ભપાતના રૂપે સામે આવે છે. તેમાંથી અનુમાનિત ૪૫ ટકા ગર્ભપાત અસુરક્ષિત હોય છે. જેનાથી ૫ થી ૧૩ ટકા માતાઓના મોટથઇ જાય છે, સંયુક્‍ત રાષ્ટ્ર જનસંખ્‍યા કોષની કાર્યકારી નિદેશકડો.નતાલિયા કનેમે કહ્યું કે આ રિપોર્ટ એક ખતરાની ઘંટી સમાન છે.

સર્વે મુજબ, વિશ્વભરમાં અનુમાનિત ૨૫.૭ કરોડ મહિલાઓ જે ગર્ભવતી થવા નથી માંગતી, તે ગર્ભનિરોધક ના સુરક્ષિત તથા આધુનિક રીતનોᅠઉપયોગ કરી રહી નથી. સંયુક્‍ત રાષ્ટ્રના આંકડા મુજબ આ વર્ષે ૬૪ દેશોમાં ૨૩ ટકા મહિલાઓ યૌન સંબંધ બનાવાᅠમાટે ના કહેવામાં અસમર્થ હતી. ૨૪ ટકા મહિલાઓ તેમની સ્‍વાસ્‍થ્‍ય દેખભાળ વિશે નિર્ણય લેવામાં અસમર્થ હતી અને ૮ ટકા મહિલા ગર્ભનિરોધક વિષેᅠનિર્ણય લેવામાં અસમર્થ હતી.

(2:19 pm IST)