Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

વધારે સમય સ્ક્રીન જોવાથી શારિરીક અને માનસિક રીતે નબળા પડે છે બાળકો

૧૮ મહિનાથી નાની વયના ૯૯ ટકા બાળકો સ્ક્રીન જુએ છે : ઇન્ડીયન એકેડમી ઓફ પીડીયાટ્રીકે દેશભરમાં સર્વે પછી બનાવી ગાઇડલાઇન

નવી દિલ્હી, તા.૧: મોબાઇલ, લેપટોપ, કોમ્પયુટર અને ટીવી વગેરે ડીજીટલ સ્ક્રીન પર બાળકોનો જરૃરીયાતથી વધારે સમય વિતાવવો તેમને શારિરીક અને માનસિક રીતે નબળા બનાવી રહ્યો છે. આવા બાળકોની વિચારવાની શકિત ઘટી રહી છે. તેમને ઉંઘ નથી આવતી, તેમનું ધ્યાન કોઇ વાત પર નથી લાગતુ અને તેઓ મોટાપાનો શિકાર બની રહ્યા છે.

દેશભરમાં સર્વે પછી ઇન્ડીયન એકેડમી ઓફ પીડીયાટ્રીક એ આના માટે ગાઇડલાઇન બનાવી છે. તેમાં દરેક આયુવર્ગના બાળકો માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ટીમના નેતા અને જીટીબી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના પ્રોફેસર પીયુષ ગુપ્તાએ જણાવ્યુ કે ટીવી જોતા જોતા જમવાથી બાળકોને ધ્યાન નથી રહેતુ કે કેટલુ જમવાનું છે. તેમની શારિરીક ગતિવિધીઓ ઓછી થઇ જાય છે જેના લીધે મોટાપો વધી રહ્યો છે.

એક જ મુદ્રામાં ફોન અથવા અન્ય ડીવાઇસ ચલાવવાથી ગરદન, કમર દર્દ અંગેની સમસ્યાઓ જોવા મળી રહી છે. ડીજીટલ  સ્ક્રીનની રોશની શરીરમાં મેલાટોનની હોર્મોનના સ્ત્રાવને અસર કરે છે. તેનાથી ઉંઘ ના આવવાની સમસ્યા ઉભી થઇ રહી છે. શાળાઓ માટે નિર્દેશ છે કે ફકત એલસીડી અને કોમ્પ્યુટરનો જ ઉપયોગ ના કરવામાં આવે. ચોક અને બોર્ડનો પણ ઉપયોગ થાય

ગાઇડલાઇનમાં વાલીઓ માટે સૂચના

 બે વર્ષથી નાના બાળકોએ સ્ક્રીન બીલકુલ ના જોવી જોઇએ.

 બેથી પાંચ વર્ષના બાળકો વધુમાં વધુ એક કલાક સ્ક્રીન પર સમય વિતાવી શકે અને એક વખતમાં ૨૦ થી ૩૦ મીનીટ જ જોઇ શકે. તેમના માટે ૧૦ થી ૧૪ કલાકની ઉંઘ જરૃરી.

 પ થી ૧૦ વર્ષના બાળકો વધુમાં  વધુ એક કલાક સ્ક્રીન જોઇ શકે. તેમના માટે એક કલાકની શારીરીક ગતિવિધી અને ૯ થી ૧૨ કલાકની ઉંઘ અત્યંત જરૃરી.

૧૦ થી ૧૮ વર્ષના બાળકો માટે ૮ થી ૯ કલાકની ઉંઘ જરૃરી.(

(1:03 pm IST)