Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ઇમરાન ખાન પાસે બધુ છેઃ બસ અક્કલ નથી

લગ્નના છ મહિનામાં જ થઇ ગઇ હતી તલાક : ઇમરાનની ભૂતપૂર્વ પત્‍નિ રેહમખાન

ઇસ્‍લામાબાદ, તા.૧: પાકિસ્‍તાનના રાજકારણમાં ઉભી થયેલ પરિસ્‍થિતી ઇશારો કરી રહી છે કે ઇમરાનખાનને વડાપ્રધાન પદેથી હટવાનું થઇ શકે છે. જો કે ઇમરાનખાનનો દાવો છે કે તેની સરકાર ચાલુ રહેશે અને વિપક્ષોના દાવામાં કોઇ દમ નથી. આ બધાની વચ્‍ચે ઇમરાનખાનની ભૂતપૂર્વ પત્‍નિ રેહમ ખાને ઇમરાન પર વાકબાણ છોડયા છે.
એક ટવીટમાં રેહમખાને લખ્‍યું કે આ માણસને કશાની જરૂર નથી. ઇમરાનખાને પોતાની જીંદગીમાં બધુ મેળવ્‍યું છે. નામ, પૈસા, શોહરત, ઇજ્જત, આ માણસ પાસે બધું જ માત્ર અક્કલ નથી. અત્રે જણાવી દઇએ કે રેહમ અને ઇમરાનની શાદીના છ મહિના પછી તેમની તલાક થઇ ગઇ હતી. ૬ જાન્‍યુઆરી ૨૦૧૫ના દિવસે તેમની શાદી થઇ હતી.
ઇમરાનખાનની ભૂતપૂર્વ પત્‍નિ રેહમખાને કહ્યું, ‘ઇમરાનનો રાજીનામુ આપવાનો સમય જતો રહ્યો છે.
કાલે પણ સમય હતો કે તે રાજીનામુ આપી દેતા. ઇમરાનખાન એર દરવાજેથી સત્તા પર આવ્‍યા હતા. તેમણે નિયમોની પરવા નહોતી કરી. અત્‍યારે કોઇ પણ ઇમરાન ખાન સાથે જોડાવા નથી માંગ્‍તું.'
રેહમખાને કહ્યું, ‘૧૧૭ સાંસદો વિપક્ષ પાસે છે. તેમાં ઇમરાન વિરૂધ્‍ધ વોટ નથી કરવાના તેવા લોકો સામેલ નથી. મેં પહેલા જ જણાવી દીધુ હતું કે શું થવાનું છે.
 હું વસ્‍તુને બારીકીથી જોઉ છું એટલે જ અમારૂ લગ્ન જીવન ના ચાલ્‍યું. બહુમતિ હોવા છતા તે ઝીરો પર આઉટ થઇ ગયા તેનું આ જ કારણ છે.'

 

(11:51 am IST)