Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

એપ્રિલમાં ઘણા વિસ્‍તારોમાં તાપમાન સામાન્‍ય કરતાં વધુ રહેશેઃ ગરમીનું મોજું વધશે અને વરસાદની પણ અપેક્ષા છે

હવામાન વિભાગ આગામી ચાર અને પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પヘમિ, મધ્‍ય-પヘમિ ભારતમાં હીટ વેવની સ્‍થિતિની આગાહી કરવામાં આવી છે

નવી દિલ્‍હી,તા.૧: એપ્રિલમાં ઉત્તરપヘમિ અને મધ્‍ય ભારતના મોટાભાગના વિસ્‍તારોમાં તાપમાન સામાન્‍ય કરતાં વધુ રહેવાની ધારણા છે. તેના માસિક અહેવાલમાં તાપમાન અને વરસાદનું વર્ણન કરતાં, ભારતીય હવામાન વિભાગે જણાવ્‍યું હતું કે, ‘દક્ષિણ દ્વીપકલ્‍પ અને ઉત્તરપૂર્વ ભારતના આસપાસના વિસ્‍તારો સહિત પૂર્વ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્‍ય અથવા સામાન્‍યથી ઓછું રહેવાની અપેક્ષા છે.'

અગાઉ, હવામાન વિભાગે જણાવ્‍યું હતું કે આગામી ચાર અને પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પヘમિ, મધ્‍ય અને પヘમિ ભારતમાં હીટ વેવની સ્‍થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે ૧ એપ્રિલથી ઉત્તર પヘમિ ભારતમાં હીટ વેવનો પ્રકોપ વધશે.

વરસાદના સંદર્ભમાં વિભાગે આગાહી કરી છે કે એપ્રિલ મહિનામાં કેટલાક વિસ્‍તારોમાં સામાન્‍ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. વિભાગના જણાવ્‍યા અનુસાર, ઉત્તર-પヘમિ અને મધ્‍ય ભારતના મોટાભાગના ભાગો અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં સામાન્‍યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, દક્ષિણ દ્વીપકલ્‍પના મોટાભાગના ભાગો અને મધ્‍ય ભારત અને પૂર્વોત્તર ભારતના આસપાસના ભાગોમાં સામાન્‍ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે.

વિષુવવૃત્તીય પેસિફિકમાં લા નિયાની સ્‍થિતિનો ઉલ્લેખ કરતા વિભાગે કહ્યું કે આ સમયગાળા દરમિયાન લા લિના સ્‍થિતિ અકબંધ રહેશે. તેમણે કહ્યું કે લા લિના અને અલ નીઓ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમયાંતરે થતા ફેરફારોનો ઉલ્લેખ કરે છે, જેની અસર સમગ્ર વિશ્વના તાપમાન પર પડે છે. અલ નિઓ અને લા લિનાના એપિસોડ ૯ થી ૧૨ મહિના સુધી ચાલે છે, પરંતુ કેટલીકવાર તે ૨ વર્ષ સુધી ટકી શકે છે.

(10:55 am IST)