Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

IPL -2022 : લખનૌ સુપર જાયન્ટ્સે 210રનના વિશાળ સ્કોરને ભેદી ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું : લુઈસની ઝડપી અડધી સદી

આઇપીએલ -2022ની 7મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. રોબિન ઉથપ્પાની આક્રમક અડધી સદી અને શિવમ દુબેની ઝડપી રમત વડે CSK એ 20 ઓવરના અંતે 7 વિકેટે 210 સ્કોર લખનૌ સામે ખડક્યો હતો. જવાબમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલ અને ડિકોકે શાનદાર ઓપનીંગ રમત રમી હતી. બંનેની ભાગીદારીના પાયાએ મેચને અંત સુધી જીવંત બંનાવી દીધી હતી. અંતમાં એવિન લુઈસ અને આયુષ બદોનીએ ટીમને પ્રથમ જીત અપાવવાનુ કામ પુરુ કર્યુ હતુ. લખનૌએ ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યુ હતુ.

ચેન્નાઈ સામે લખનૌની ટીમના ઓપનરોએ મજબૂત શરુઆત આપી હતી. ઓપનર કેએલ રાહુલ અને ક્વિન્ટન ડીકોકે 99 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેએ આક્રમકતા સાથે રમત રમી હતી. કેપ્ટન કેએલ રાહુલે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને 40 રન 26 બોલમાં નોંધાવ્યા હતા. જોકે તે પ્રિટોરિયસની જાળમાં સપડાઈ ગયો હતો. તેના બદલામાં ક્રિઝ પર આવેલ મનિષ પાંડે (5) ઝડપથી પરત ફર્યો હતો. જોકે ડિકોકે રમતને આગળ વધારવા પ્રયાસ જારી રાખ્યો હતો અને મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી. તેણે અડધી સદી નોંધાવતી રમત રમી હતી. 45 બોલમાં 61 રન 9 ચોગ્ગાની મદદથી કર્યા હતા.

કેપ્ટન અને ડિકોકે મજબૂત પાયો રચ્યા બાદ અંતમાં એવિન લેવિસે ટીમની જવાબદારી સ્વિકારી લીધી હતી. તેને દીપક હુડા (13) એ સાથ પુરાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને બ્રાવો એ જાડેજાના હાથમાં કેચ ઝીલાવી દીધો હતો.

 

રોબિન ઉથપ્પાએ મોઈન અલી સાથે મળીની સારી રમત દર્શાવી હતી. તેણે આક્રમક અડધી સદી ફટકારી દીધી હતી. મોઈન અલીએ પણ ઝડપી રમત રમીને 22 બોલમાં 35 રન ફટકાર્યા હતા. અંબાતી રાયડૂએ 20 બોલમાં 27 રન ફટકાર્યા હતા. બાદમાં શિવમ દુબેએ શાનદાર આક્રમક રમત રમી દર્શાવી હતી. જોકે તે આક્રમક રમત વેળા અવેશખાનનો શિકાર બન્યો હતો. આમ તે 1 રન માટે અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 30 બોલમાં 49 રન ફટકાર્યા હતા. જેમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા નોંધાવ્યા હતા. કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં 17 રન નોંધાવ્યા હતા.ડ્વેન પ્રિટોરિયસે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. ધોનીએ અણનમ 16 રન કર્યા હતા, ધોનીએ તેનો પ્રથમ બોલનો સામનો છગ્ગા સાથે કર્યો હતો, તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

 

રવિ બિશ્નોઈએ શાનદાર બોલીંગ કરી હતી. તેણે આક્રમક રમી રહેલા ઉથપ્પાની વિકેટ યોગ્ય સમયે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. બાદમાં અંબાતી રાયડૂને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 4 ઓવરમાં 24 રન આપી 2 વિકેટ ઝડપી હતી. અવેશખાન અને એડ્યુ ટાયે 2-2 વિકેટ ઝડપી હતી

(9:53 am IST)