Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ઉત્તરપ્રદેશમાં 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને મળશે સરકારી નોકરી: મુખ્યમંત્રી યોગી દ્વારા પસંદગી બોર્ડને સૂચના

સીએમ યોગીએ ટ્વિટ કરીને કહ્યું કે રાજ્ય સરકાર યુવાનોને નોકરીઓ સાથે જોડવા અને તેમને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ

ઉત્તર પ્રદેશમાં 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે આ અંગે તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના આપી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગે એક ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે તમામ સેવા પસંદગી બોર્ડને આગામી 100 દિવસમાં રાજ્યના 10,000 થી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ ટ્વિટ કરીને કહ્યું કે રાજ્ય સરકાર યુવાનોને નોકરીઓ સાથે જોડવા અને તેમને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

યુપી સરકારે તમામ સેવા પસંદગી બોર્ડને આગામી 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે. યુવાઓને યોગી સરકારની મોટી ભેટ માનવામાં આવી રહી છે. ભાજપે 100 દિવસમાં 20 હજાર નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી. યુપીની જીત બાદ સીએમ યોગી પોતાનું વચન પૂરું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે.

(11:20 pm IST)