Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પ્રથમ ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહી

સરકારે ફુગાવાના વધારાને ધ્યાનમાં રાખીને વ્યાજ દરો સ્થિર રાખ્યા

નવી દિલ્હી :વધતી જતી મોંઘવારીને જોતા સરકારે નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમાં NSC, PPF વગેરેનો સમાવેશ થાય છે, સરકારે ગુરુવારે માહિતી આપી હતી. સરકારના જણાવ્યા અનુસાર ફુગાવાના વધારાને ધ્યાનમાં રાખીને વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા છે. 2020-21ના પ્રથમ ક્વાર્ટરથી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારના નિર્ણય પછી, શુક્રવારથી શરૂ થતા ત્રિમાસિક ગાળામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1 ટકા અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 6.8 ટકાનો વ્યાજ દર ચાલુ રહેશે.

નાણા મંત્રાલયે આજે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વિવિધ નાની બચત યોજનાઓ પર નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ ત્રિમાસિક ગાળા, જે 1 એપ્રિલ, 2022 થી શરૂ થશે, તે 30 જૂન, 2022 સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વ્યાજનો દર વર્તમાન સ્તરે યથાવત રહેશે. એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 31 માર્ચે પૂરા થયેલા ક્વાર્ટર માટે જાહેર કરાયેલા વ્યાજ દરો જ લાગુ રહેશે. નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે જાહેર કરવામાં આવે છે

(12:00 am IST)