Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

આ તો ગઝબ થઇ ગયું.....અંતરિક્ષમાં આ ગેલેક્સી પર જોવા મળ્યો સોનાનો ભંડાર

નવી દિલ્હી: પૃથ્વીથી ૧૩૦ થી ૧૪૦ પ્રકાશ વર્ષ દુર સોનાનો વિશાળ ભંડાર હોવાનું વૈજ્ઞાનિકો દાવો કરે છે. આ બહુમુલ્ય સોના ધાતુંનું નિર્માણ ન્યૂટ્રોન સ્ટાર વચ્ચે ટકકર થવાથી થઇ હતી. આ માટે વૈજ્ઞાનિકોએ ન્યૂટ્રોન સ્ટાર વચ્ચે થયેલી ટકકરનું બે વર્ષ સુધી અવલોકન કરતા માલૂમ પડયું છે. આ ટકકરથી જ મોટા પ્રમાણમાં સોના અને પ્લેટિનિયમ પેદા થયું છે. આ સોનાનો ભંડાર ગેલેકસી એનસીજી ૪૯૯૩માં જોવા મળે છે જે પૃથ્વીથી ૧૩૦ થી ૧૪૦ પ્રકાશ વર્ષ દૂર છે. ન્યુટ્રોન સ્ટારની ટકકર ૧૩ થી ૧૪ કરોડ વર્ષ પહેલા થઇ હતી. પૃથ્વી પર જોવા મળતા ગોલ્ડની સરખામણીમાં ગેલેકસી ૪૯૯૩માં  પૃથ્વી પરની ખાણોમાંથી અત્યાર સુધી કાઢવામાં આવેલા સોનાના ૨૦ મીટર કયૂબ ઘનમાં કાપીને રાખી શકાય તેટલું સોનું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ૨૦૧૭માં જે ટકરાવ જોયો હતો તે ૨૦૧૬માં આજ પ્રકારની ઘટના પર બીજી વાર નિરીક્ષણ કરવા મજબૂર બની ગયા હતા ત્યારે તેમને માલૂમ પડયું કે બે ન્યૂટ્રોન સ્ટાર એક બીજામાં ભળીને કિલોનોવા પેદા કર્યુ હતું. મોટા તારાના વિસ્ફોટ તૂટયા પછી બાકી રહેતા અવશેષોને ન્યૂટ્રોન સ્ટાર કહે છે. ન્યુટ્રોન સ્ટાર જયારે બ્લેકહોલમાં ભળી જાય છે ત્યારે પણ કિલોનોવાનું નિર્માણ થાય છે. ૨૦૧૬માં થયેલો આ ટકરાવ ૨૦૧૭માં પણ જોવા મળ્યો જેમાંથી પુષ્કળ પ્રમાણમાં સોનું અને પ્લેટિનમ ધાતું પેદા થઇ હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આના આધારે પૃથ્વી પર જોવા મળતા સોનાના જ્થ્થા વિશે જાણી શકશે. આ અત્યંત કિંમતી ધાતું લાખો વર્ષ પહેલા કિલોનોવાનું નિર્માણ થયું તેનું જ પરીણામ છે.  આ અંગે 2019માં રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ બુલેટિનમાં એક સંશોધન લેખ પ્રકાશિત થયો હતો . જેમાં સોના અને પ્લેટેનિયમના સેંકડો પ્લેનેટ્સ એટલે કે ગ્રહ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

 

(6:42 pm IST)