Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ચીનમાં ફરીથી કોરોના વાયરસનો હાહાકાર:શાંધાઈનાં મોટાભાગના વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યું લોકડાઉન

નવી દિલ્હી: ચીનમાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવ્યો છે અને તેના સૌથી મોટા શહેર શાંઘાઈના મોટા ભાગના વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. શાંઘાઈના પુડોંગ અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારથી શુક્રવાર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સાથે જ મોટા પાયે કોવિડની તપાસ કરવામાં આવી રહી છે. શાંઘાઈના સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, હુઆંગપુ નદીના વેસ્ટ સાઈડમાં ડાઉનટાઉન પ્રદેશમાં શુક્રવારથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા, ખાવા-પીવાની વસ્તુઓ ઓનલાઈન મગાવાવ, મહત્વના કાર્યાલયો સિવાયના અન્ય કાર્યાલયોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોરોનાના પ્રસારને રોકવા માટે 26 મિલિયન લોકોની વસ્તી ધરાવતા શાંઘાઈ શહેરના અનેક સેક્ટરને બંધ કરવામાં આવ્યા છે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વિવિધ જગ્યાએ બૂથ બનાવીને કોવિડની તપાસ કરવામાં આવી રહી છે. જો કે લોકડાઉનના કારણે શાંઘાઈના અર્થતંત્ર પર ખરાબ અસર પડી રહી છે કારણ કે કોરોનાના કારણે શાંઘાઈનું ડિઝની થીમ પાર્ક પહેલેથી બંધ છે.

 

(6:51 pm IST)