Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

50 વર્ષની મેદસ્વી વ્યક્તિને 75ની ઉંમરમાં થતી બીમારીની શક્યતાઓ રહે છે વધારે

નવી દિલ્હી: મેદસ્વીતા આજે દરેક ઘરની સમસ્યા બની ચૂકી છે. અનિયમિત દિનચર્યા, ફાસ્ટફૂડ અને પૌષ્ટિક આહારના અભાવને કારણે નાની ઉંમરના લોકો પણ મેદસ્વી થઇ રહ્યા છે. મેદસ્વી વ્યક્તિઓ અનેક બીમારીઓથી ઘેરાયેલી રહે છે જેને લઇને યુકે અને ફિનલેન્ડમાં હાલમાં જ એક અભ્યાસ હાથ ધરાયો છે. આ અભ્યાસ અનુસાર, 75 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિઓને જે બીમારી થાય છે તેવી જ બીમારીથી 50ની ઉંમર ધરાવતા મેદસ્વી લોકો પીડાય છે. તે ઉપરાંત ડાયાબિટીસ, હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે. ક્યારેક તો તે મોતનું પણ કારણ બને છે. આ અભ્યાસમાં ફિનલેન્ડના 1,15,000 તેમજ બ્રિટનના 5,00,000 રહેવાસીઓને સામેલ કરાયા હતા. તેમાં માલુમ પડ્યું કે 75 વર્ષના 20 ટકા લોકોમાં એક જેવી બે બીમારીઓ જોવા મળી હતી જે સિમ્પલ મોર્બિડિટીની અંદર આવે છે. નેશનલ ઓબેસિટી ફોરમના ટેમ ફ્રાઇ કહે છે કે મેદસ્વીતા એક મેડિકલ ટર્મ છે, જે વ્યક્તિનું વજન ખૂબ જ વધી જાય ત્યારે ઉપયોગમાં લેવાય છે.

(6:51 pm IST)