Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

એક સંશોધન મુજબ માઇન્ડફુલ ચહેરાવાળા લોકો હોય છે વધુ આકર્ષક

નવી દિલ્હી: સુંદરતાની દરેકની વ્યાખ્યા જુદી હોય છે. કોઈ ચહેરામાં તો કોઈ ત્વચાના રંગમાં કે કોઈ વ્યક્તિત્વમાં સુંદરતા જુએ છે. દુનિયામાં ક્યાંય તેના નક્કી ધારાધોરણ નથી. જોકે, કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, માઈન્ડફૂલ ચહેરા વધુ આકર્ષક હોય છે. આ સંશોધન પ્રમાણે, માઈન્ડફૂલ ચહેરાવાળા લોકો આકર્ષક, તર્કસંગત અને સંવેદનશીલ હોવાની શક્યતા વધુ હોય છે. એવી જ રીતે, જે લોકો માઈન્ડફૂલ નથી હોતા તેવા લોકો તણાવગ્રસ્ત, માનસિક રીતે બીમાર અને અનૈતિક ગણાય છે. ઓક્સફોર્ડ માઈન્ડફૂલનેસ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર અને પ્રોફેસર માર્ક વિલિયમ્સ કહે છે કે માઈન્ડફૂલનેસ એટલે આપણું શરીર જે સંવેદનાઓ અનુભવે છે તેની સાથે ફરી જોડાવાનું છે. તેનો ઉપયોગ દુનિયાભરના પડકારોનો સામનો કરવામાં પણ કરાય છે. તમે શું વિચારો છો તેની અસર પણ માઈન્ડફૂલનેસ પર પડે છે. માઈન્ડફૂલનેસ ધ્યાન કરવાની પણ લોકપ્રિય પદ્ધતિ છે. તમે ધ્યાન કરતી વખતે શું અનુભવો છો, તે વાત પર વધુ જોર આપો છો. તે શરીર અને મગજને આરામ આપવા તેમજ તણાવ ઘટાડવામાં પણ દદ કરે છે. એન્ઝાયટી અને ડિપ્રેશન ઘટાડીને માનસિક આરોગ્ય વધારવામાં પણ તે ઉપયોગી છે. રોજ ફક્ત દસ મિનિટ ધ્યાન કરવાથી તમારી ચેતના અને એકાગ્રતા વધે છે. આઠ સપ્તાહ રોજ ધ્યાન કરનારા દસ વિદ્યાર્થીના બ્રેઈન સ્કેનમાં આ વાત સામે આવી છે.

(6:48 pm IST)