Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

મહિલા-પુરુષને એકજ દિવસે અમ્યુઝમેન્ટ પાર્કમાં જવા પર આ દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો

નવી દિલ્હી  : તાલિબાન સરકારે એક જ દિવસે અમ્યુઝમેન્ટ પાર્કમાં જવા પર મહિલાઓ અને પુરુષો પર પ્રતિબંધ લગાવતું નવો આદેશ જાહેર કર્યો છે. ન્યૂઝ એજન્સી સ્પુતનિકે જણાવ્યું કે, નવા આદેશ મુજબ હવે પુરૂષો બુધવારથી શનિવાર અને મહિલાઓ રવિવારથી મંગળવાર સુધી જ અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લઈ શકશે. આ સાથે જો તાલિબાન લડવૈયાઓ મ્યુઝમેન્ટ પાર્કમાં જાય છે, તો તેમને સાથે હથિયારો લઈ જવાની મંજુરી રહેશે નહીં. અહેવાલો અનુસાર, તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા માટે આવો નિર્ણય જાહેર કરીને તે પોતાની એક સોફ્ટ ઈમેજ રજૂ કરવા માંગે છેતાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે સોશિયલ મીડિયા પર કહ્યું, "ઈસ્લામિક અમીરાતના મુજાહિદ્દીનને શસ્ત્રો, લશ્કરી ગણવેશ અને વાહનો સાથે મનોરંજન પાર્કમાં પ્રવેશવાની મંજૂરી હશે નહીં. તેઓ પાર્કના તમામ નિયમોનું પાલન કરવા બંધાયેલા છે." ઓગસ્ટ 2021 માં અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી, તાલિબાને મહિલાઓના શિક્ષણ અને સ્વતંત્રતા અંગે ઘણા વચનો આપ્યા હતા. ત્યારે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તાલિબાન પોતાની છેલ્લી સરકારથી વિપરીત, આ વખતે તે મહિલાઓના અધિકારો પ્રત્યે નરમ વલણ અપનાવશે. જો કે, અત્યાર સુધી આવું કંઈ જોવા મળ્યું નથી.

(6:47 pm IST)