Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ઓસ્ટ્રેલિયામાં હવે સગીરોને સોશિયલ મીણિયામાં જોડાતા પહેલા લેવી પડશે માતાપિતાની મંજૂરી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા દ્વારા ઘડાઇ રહેલા નવા નિયમોના મુસદ્દામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે 16 વર્ષથી નીચેની વયના સગીરને યૂઝર બનાવતા પહેલાં સોશિયલ મીડિયા કંપનીઓએ સગીરના વાલી કે માતાપિતાની મંજૂરી લેવી પડશે . ઇન્ટરનેટ પ્લેટફોર્મ નિયમોનો અમલ નહીં કરે તો એક કરોડ ઓસ્ટ્રેલાઇ ડોલર ( 75 લાખ ડોલર સુધીના દંડની પણ મુસદ્દામાં જોગવાઇ કરવામાં આવી છે સોમવારે સંબંધી ઓનલાઇનઓનલાઇન પ્રાઇવસી બિલના મુસદ્દામાં જણાવ્યા મુજબ રેડ્ડીટ , બમ્બલ જેવા સ્માર્ટફોન ડેટિંગ એપ સહિતના સોશિયલ મીડિયા મંચે યૂઝરની ઉંમર , બાળકોના રસના વિષયોની અગ્રિમતા નક્કી કરવા સહિતનાં પગલાં લેવા પડશે . નવા સૂચિત નિયમો ઓસ્ટ્રેલિયાને સોશિયલ મીડિયા પર વય નિયંત્રણ લાદનારો સૌથી કડક દેશ બનાવી દેશે . ઓસ્ટ્રેલિયા પહેલાં મીડિયા આઉટલેટ માટે લાઇસન્સ ફી ભરવા જેવા બાબતને ફરજિયાત કરી ચૂક્યું છે . ઓસ્ટ્રેલિયા હવે ઓનલાઇન ગેરમાર્ગે દોરતી માહિતી અને બદનક્ષી કરતી માહિતીના સંદર્ભમાં કડક કાયદા ઘડવા પણ વિચારી રહ્યું છે . ઓસ્ટ્રેલિયાના સોલિસિટર જનરલ માઇકેલિયા કેશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડેટા અને પ્રાઇવસીનું રક્ષણ થાય તેની કાળજી રખાશે . માનસિક આરોગ્ય અને આત્મહત્યા નિરોધક પ્રધાન ડેવિડ કોલમેને પણ જણાવ્યું હતું કે , ' ફેસબૂક દ્વારા હાથ ધરવામાં આવેલા આંતરિક સંશોધનના અહેવાલોની વિગતો પણ લીક થઇ ચૂકી છે . તે વિગતો પણ સોશિયલ મીડિયા મંચ યુવાનોના માનસિક આરોગ્યને કઇ રીતે પ્રભાવિત કરી શકે છે તે દર્શાવે છે .'

(5:02 pm IST)