Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રશિયા-યુક્રેનના જંગ વચ્ચે આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે થયું હિંસક અથડામણ:પાંચ સૈનિકોના મોત

નવી દિલ્હી: રશિયા અને યુ્ક્રેન વચ્ચે તો જંગ ચાલી જ રહ્યો છે અને તેની વચ્ચે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે પણ ભટકો થયો છે. આર્મેનિયાએ આક્ષેપ કર્યો છે કે, અઝરબૈજાનની સેનાએ 2020માં થયેલા સમજૂતિ કરારમાં જે બોર્ડર નક્કી થઈ હતી તેને ક્રોસ કરીને અમારી સેના પર હુમલા કર્યા છે. અઝરબૈજાન અમારા ગેસ સપ્લાયને પણ રોકવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના યુધ્ધને રોકવા માટે રશિયાએ અહીંયા પોતાની શાંતિ સેના તૈનાત કરેલી છે. આર્મેનિયાના વિદેશ મંત્રાલયનુ કહેવુ હતુ કે, અઝરબૈજાનની સેનાએ શુક્રવારે સવારે અમારી સેનાના બેઝને ટાર્ગેટ બનાવીને ફાયરિંગ કર્યુ હતુ. જોકે અમારા સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો. અમારા પાંચ સૈનિકો ઘાયલ થયા છે અને સામે અઝરબૈજાનના પાંચ સૈનિકોના મોત થયા છે. આર્મેનિયાએ દાવો કર્યો છે કે, અઝબબૈજાનના સૈનિકોએ હુમલા માટે હથિયારોની સાથે સાથે આત્મઘાતી ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આર્મેનિયાએ રશિયાને પણ અપીલ કરી છે કે, અઝરબૈજાનના સૈનિકોને તેમની બોર્ડરમાં પાછા જવા માટે ફરજ પાડે.

 

(6:27 pm IST)