Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

એક પોસ્ટલ સ્ટેમ્પમાં ર૦ કરોડ કાર્ડ સમાઇ જાય એવડું સૌથી ટચૂકડું ક્રિસમસ કાર્ડ

લંડન તા. રપઃ લંડનની નેશનલ ફિઝિકલ લેબોરેટરીએ માક્રોસ્કોપની મદદથી જોવું પડે એવું ક્રિસમસ કાર્ડ બનાવ્યું છે જે વિશ્વનું સૌજી નાનું ક્રિસમસ કાર્ડનું બિરૂદ પામ્યું છે. પંદર બાય વીસ માઇક્રોમીટરની સાઇઝના આ કાર્ડ પર સ્નોમેન અને શુભેચ્છાના શબ્દો પણ અંકિત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ઇલેકટ્રોનિક આઇટમ્સમાં વપરાતા પ્લેટિનમકોટેડ સિલિકોન નાઇટ્રાઇડમાંથી આ કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ એટલું સૂક્ષ્મ છે કે એક નોર્મલ પોસ્ટલ સ્ટેમ્પમાં આવાં વીસ કરોડ કાર્ડ્સ સમાઇ જાય. નિષ્ણાતોએ મિનિએચર સાઇઝની ઇલેકટ્રોનિક આઇટમ બનાવવા માટેની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં એને સૌથી નાના ક્રિસમસ કાર્ડનો ખિતાબ મળ્યો છે. આ પહેલાં જે સૌથી ટચૂકડું કાર્ડ હતું એના કરતાં આ દસમાં ભાગનું છે.

(3:43 pm IST)