Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ફેસબુકે ભારતમાં જૂના સામાન ખરીદવા અને વેચવાની 'માર્કેટપ્લેસ' સર્વીસ લોન્ચ કરી

મુંબઈ : ફેસબુકએ ભારતમાં 'માર્કેટપ્લેસ' સર્વીસ લોન્ચ કરી છે જેમાં OLXની જેમ, જૂના ઇલેક્ટ્રોનિક્સ, મનોરંજન અને ઘરના સામાનનું ખરીદી અને વેચાણ કરી શકાય છે. જૂના સામાનના વેચાણકર્તાઓ તેમના ઉત્પાદનની કિંમત, કેટેગરી અને સ્થાનના આધારે 'માર્કેટપ્લેસ' પર રજીસ્ટર કરી શકે છે. તેની સાથે ખરીદનાર 'માર્કેટપ્લેસ' પર ઉત્પાદનની સ્થિતિ અને તેના ઉપયોગની પદ્ધતિઓ પણ જોઈ શકે છે.

(8:03 pm IST)