Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રમત ઊંટોની કુસ્તીનીઃ તુર્કીના સેલચુકમાં પરંપરાના ચાર દશકા

નવીદિલ્હીઃ પશ્ચિમી તુર્કીના સેલચુકમાં દરવર્ષે ઉંટની કુશ્તીનું સૌથી મોટું આયોજન થાય છે. ૨૦૨૨ના આ ૪૦માં કેમલ રેસલિંગ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ૧૫૦ ઊંટ પહોંચ્યા છે. એકથી વધીને એક સજેલા ઊંટ રેતમાં એક-બીજા સાથે કુસ્તી કરે છે. તુર્કીના એઝિવન તટ પર ઈજમિર શહેરથી સેલચુકની દૂરી લગભગ ૮૦ કિલોમીટર છે, જ્યાં ઊંટાની કુસ્તીનો આ સૌથી મોટો ઉત્સવ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ઊંટ એક-બીજાને ઈજા ન પહોંચાડે એટલા માટે તેમના મોં બાંધવામાં આવે છે. જે પ્રાંગણમાં ઊંટોની કુસ્તી થાય તે તેની પાસેના પહાડ પર પણ હજારો લોકો ખુર્શી-ટેબલ લઈને બેસી જાય છે.

બારબેક્યૂ પર ભોજન પકાવવામાં આવે છે અને ઊંટોની કુસ્તીની સાથે સાથે ભોજનનો પણ ભરપૂર આનંદ લઈ શકે છે. પશુ અધિકારો માટે કામ કરતા લોકો આ આયોજનથી નાખુશ છે. એનિમલ રાઈટ્સ ફેડરેશનની ઈજમિર પ્રતિનિધી ગુલગુન હમામચિઓગ્લૂ કહે છે કે, આ એક ગુનો છે, આ માત્ર નફો કમાવા માટે કરવામાં આવે છે. જે શરમજનક છે. તેને રોકવું જોઈએ. પર્યટન મંત્રાલયના એક પૂર્વ અધિકારી અનુસાર, આ એક ખેલ છે અને તેમાં ઊંટોની સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે.

(2:33 pm IST)