Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સૌથી મોટા વિમાને ઉડાન ભરીઃ ફૂટબોલ ગ્રાઉન્ડથી પણ વિશાળ છે Roc

વિમાનમાં લાગેલા ૬ બોઇંગ એન્જિન ૨૪૯૪૭૫.૮૦૪ કિલો વજનને ૩૫ હજાર ફૂટની ઉંચાઇ સુધી લઇ જઇ શકે છે

લંડન,તા. ૧૯ : દુનિયાના સૌથી મોટા વિમાન Roc એકવાર ફરી એની વિશાળ ઉડાન ભરી છે. આશરે ૮ મહિના પછી રવિવારે પહેલીવાર Rocએ એની ટેસ્ટ ઉડાન ભરી છે. આ મહાકાય વિમાને ૪ કલાક અને ૨૩ મિનિટ સુધી હવામાં રહીને પોતાની ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એ ઉંચા પહાડી વિસ્તારમાંથી પણ પસાર થયું હતું. આ વિમાનને બનાવનારી કંપની સ્ટ્રેટોલોન્ચનું કહેવુ છે કે, આ વિમાન ૨૩,૫૦૦ ફૂટની ઉંચાઇ સુધી ઉડાન ભરી શકે છે.

કંપનીનું કહેવુ છે કે આ વિમાનની સૌથી શ્રેષ્ઠ ઉડાનમાંથી એક છે. આ પહેલા Rocએ આશરે ૧૭ હજાર ફૂટની ઉંચાઇએ ઉડાન ભરી હતી. કંપની દાવો કરી રહી છે કે આ વિમાન ૩૫ હજાર ફૂટની ઉંચાઇએ ઉડાન ભરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીના તરફથી કહેવામાં આવ્યું છે કે, આ સફળ ઉડાન દર્શાવે છે કે વિમાન સારી રીતે કામ કરી રહ્યું છે. આ વિમાનમાં બોઇંગ ૭૪૭ના ૬ એન્જિન લાગ્યા છે અને એનાથી હવામાં જ હાઇપરસોનિક એરક્રાફ્ટને લોન્ચ કરી શકાય છે.

આ વિમાનના ઈતિહાસમાં આ એની ત્રીજી ઉડાન છે. જેણે અમેરિકાના કેલિફોર્નિયા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ વિશાળ વિમાનના પાંખોની પહોળાઇ ૧૧૭ મીટર છે. સ્ટ્રેટોલોન્ચ કંપનીની સ્થાપના માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક પોલ એલને ૨૦૧૧માં કરી હતી અને આ વિમાનને ડિઝાઇન કરવાનો હેતુ એ હતો કે, સેટેલાઇકને સરળતાથી અવકાશમાં લોન્ચ કરી શકાય. આ વિમાન સુપરસોનિક વાહનોને આકાશમાં લઇ જવાની અદભૂત ક્ષમતા રાખે છે.

વિમાનમાં લાગેલા ૬ બોઇંગ એન્જિન ૨૪૯૪૭૫.૮૦૪ કિલો વજનને ૩૫ હજાર ફૂટની ઉંચાઇ સુધી લઇ જઇ શકે છે. આ એક કોન્સેપ્ટ એરક્રાફ્ટ છે જે નોંધપાત્ર ઉંચાઇએથી રોકેટ લોન્ચ કરી શકે છે.

જોકે ૨૦૧૮માં પોલ એલનના નિધન બાદ આ કંપની વેચાઇ ગઇ હતી અને કંપનીના નવા માલિક આ વિમાન દ્વારા હાઇપરસોનિક રોકેટને લોન્ચ કરવાની ઇચ્છા ધરાવતા હતા, જેની સ્પીડ અવાજ કરતાં ૫ ગણી વધારે હોય છે.

(9:50 am IST)