Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઓએમજી....માત્ર બેડ પર સુવા માટે આ કંપની આપે છે આટલી મોટી સેલેરી

નવી દિલ્હી: દુનિયાભરના લોકો સતત નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. બીજી તરફ નોકરી, વ્યવસાય કરતા લોકો પોતાનું કામ પૂર્ણ કરવા માટે રાત-દિવસ એક કરી દે છે પરંતુ વિચારો કે કોઈ કંપની પોતાના કર્મચારીઓને સૂવા માટે પુષ્કળ પૈસા આપે તો? કદાચ એ જાણીને હેરાની હશે. બ્રિટનમાં એક કંપની એવી નોકરી ઓફર કરી રહી છે જે આરામ કરનારા લોકોને ખૂબ જ પસંદ આવશે. આ કંપની નોકરી જોઇન્ટ કરનારા લોકોને બેડ પર સૂઈ રહેવા માટે પૈસા આપશે. નોકરીમાં કર્મચારીને માત્ર બેડ પર જ રહીને ટી.વી. જોવાની છે અને સૂવાનું છે.

હવે તમે વિચારી રહ્યા હશે કે આખરે એવી કઈ નોકરી છે જેમાં લોકોને આવું આરામદાયક કામ આપવામાં આવ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ આ કંપની બાબતે વિસ્તૃત જાણકારી. મિરર યુકેના રિપોર્ટ મુજબ આ નોકરી લગ્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ આપી રહી છે. આ નોકરી કરનારી વ્યક્તિએ રોજ 6-7 કલાક બેડ પર જ પસાર કરવા પડશે. ક્રાફ્ટેડ બેડ્સ તરફથી મેટ્રેસ ટેસ્ટરની નિમણૂક કરવામાં આવી રહી છે જેનું કામ બેડ પર સૂવાનું અને તેની બાબતે રિવ્યૂ આપવાનું છે. ક્રાફ્ટેડ બેડ્સમાં નોકરી જોઇન્ટ કરનારી વ્યક્તિને કંપની વાર્ષિક 24 લાખ 79 હજાર રૂપિયા સેલેરી પણ આપશે.

(5:22 pm IST)