Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા અમેરિકાએ ટ્રાવેલ વોર્નિંગ હળવી કરી હોવાની માહિતી

નવી દિલ્હી: ભારતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બ્રિટન બાદ અમેરિકાએ પણ નિયમો હળવા કર્યા છે. ભારત માટેની ટ્રાવેલ વોર્નિંગ હળવી કરી છે. અમેરિકા દ્વારા અગાઉ ભારતના પ્રવાસ વખતે 'અત્યંત સાવધાની' રાખવાનું સૂચવવામાં આવ્યું હતું તે ચેતવણી હળવી કરી છે અને શકય એટલી જરૂરી કાળજી રાખવાની શ્રેણીમાં વોર્નિંગ જારી કરવામાં આવી છે.ભારતમાં ગત મે માસના અંતથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે તેને ધ્યાને રાખીને બાઈડેન તંત્ર દ્વારા ટ્રાવેલ વોર્નિંગ હળવી કરવામાં આવી છે.

(6:25 pm IST)