Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધનો અંત લાવવા કામચલાઉ શાંતિ આયોજન તૈયાર કરવામાં આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધનો અંત લાવવા કામચલાઉ શાંતિ આયોજન તૈયાર કરી દેવાયું છે. આ ડીલમાં યુદ્ધવિરામ અને રશિયાના લશ્કરની યુક્રેનમાંથી વિદાયનો સમાવેશ થાય છે. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે કે જો યુદ્ધ એક વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યું તો દર દસમાંથી નવ યુક્રેનિયન નાગરિક દારૂણ ગરીબીમાં જીવતો હશે અને બે દાયકાનો આિર્થક વિકાસ ભૂંસાઈ જશે.  

યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ અમેરિકન સેનેટને કરેલા સંબોધનમાં જણાવ્યું પર્લ હાર્બર અને 9-11ના હુમલાને ટાંકીને જણાવ્યું હતું કે અમને રશિયા સામે લડવા તમારી જરૂર છે. યુક્રેનમાં ચાલતા ભીષણ હુમલા વચ્ચે રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લેવરોવે જણાવ્યું હતું કે યુક્રેન સાથે કેટલાક મુદ્દા પર સંમતિ સધાઈ છે. તેમણે જણાવ્યું હતું કે યુક્રેનના ન્યુટ્રલ સ્ટેટસ પર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે.

લાવરોવનું આ નિવેદન ત્યારે આવ્યુ હતુ જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે હવે રશિયા તરફથી વધારે વાસ્તવવાદી માંગ કરવામાં આવી રહી છે. તેમણે તે સ્પષ્ટ રીતે સંકેત આપ્યો હતો કે તેમનો દેશ નાટોમાં સામેલ થવા જઈ રહ્યો નથી.  બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર સંઘની ટોચની કોર્ટે રશિયાને યુક્રેનમાં યુદ્ધ રોકવા કહ્યુ છે.

(6:42 pm IST)