Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

ઓએમજી......દુનિયામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 60 લાખને થઇ ગયો પાર

નવી દિલ્હી: દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 461,429,704ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 60,50,929 થયો છે. તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ 10,714,738,166 ડોઝ આપવામાં આવ્યા હોવાનું  જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.

કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે 79,586,694 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,66,386 નોંધાયો છે. કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે  સૌથી વધારે કેસો ભારતમાં 42,996,062 નોંધાયા છે અને 5,15,974 જણાના મોત થયા છે. રશિયામાં કોરોનાના નવા 1,66,631 કેસ અને 704 જણાના મરણ નોંધાયા હતા. યુએસમાં આજે કોરોનાના નવા 24,442 કેસ અને 1,281મોત નોંધાયા હતા.   બીજી તરફ ચીનમોં આજે કોરોનાના નવા 15,343 કેસ અને 289 મોત નોંેધાયા હતા. જ્યાં કોરોનાના એક કરોડ કરતાં વધારે કેસો  નોંધાયા છે તેવા દેશોમાંેંફ્રાન્સ 23,834,604,યુકે  19,965,375, રશિયા 17,160,872 તુર્કી 14,600,683, જર્મની 17,547,357 ઇટાલી 13,489,319 અને સ્પેન 11,260,040નો  સમાવેશ થાય છે.

(6:41 pm IST)