Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

જાપાનમાં આવેલ ભૂકંપના જટકાના કારણોસર 20 લાખ ઘરોમાં વીજળી ગુલ:રાજધાનીમાં પણ ભયનો માહોલ

નવી દિલ્હી: જાપાનમાં બુધવારે રાત્રે 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તેની અસર રાજધાની ટોક્યો સહિત અનેક શહેરોમાં જોવા મળી છે. જાપાનના મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ફક્ત એક લાઈનના નિવેદનમાં કહ્યું કે અમારા દેશના ઉત્તરી-પૂર્વી વિસ્તારમાં સુનામી એલર્ટ આપ્યું છે. સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એવી પણ માહિતી મળી છે કે રાજધાની ટોક્યોમાં ભારે દોડધામ મચી છે.બીજી બાજુ ભારતના લદ્દાખમાં 5.2 તીવ્રતાના ભૂકંપ આવ્યો છે. અહીં કોઈ નુકસાન થયાના અહેવાલ થયા નથી. મીડિયા અહેવાલ પ્રમાણે ભુકંપનું કેન્દ્ર ફૂકુશિમા વિસ્તારમાં આશરે 60 કિલોમીટરની ઉંડાઈએ હતું. ત્યારબાદ લોકોને સ્પેશિયલ એડવાઈઝરી પણ ઈશ્યુ કરવામાં આવી છે. સ્થાનિક સમય પ્રમાણે ભૂકંપ આશરે 11:36 વાગે આવ્યો હતો. તે સમયે મોટાભાગના લોકો ઘરોમાં હતા. અત્યારે જોકે જાનહાનિના સમાચાર મળ્યા નથી. કેટલાક સમુદ્રી વિસ્તારોમાં એક મીટર સુધી ઉંચા મોજા ઉછળ્યા છે. જાપાન ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે આશરે 20 લાખ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કેટલાક વિસ્તારોમાં જોખમથી બચવા માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.

(6:40 pm IST)