Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

અમેરિકાએ યુક્રેનને અત્યંત ઘાતક ગણાતા બઝિંગ-બી સેન્ડવીચેબલ ડ્રોન પુરા પાડયા હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાએ યુક્રેનને રશિયાની ટેન્કોને તોડી પાડવા માટે બઝિંગ-બી સેન્ડવીચેબલ ડ્રોન આપ્યા છે. જે અમેરિકાનાં સૌથી આધુનિક ડ્રોન ગણાય છે અને તે માઈલો દૂરથી રશિયન ટેન્ક અને લશ્કરી વાહનોને નિશાન બનાવી શકે છે તથા તેના પર વિસ્ફોટક સાથે હુમલો કરી શકે છે. ગઇકાલે બાઈડને જે શસ્ત્રો આપવાની જાહેરાત કરી તેમાં આ ડ્રોનનો સમાવેશ થાય છે જે વિસ્ફોટકો સાથે એક સેન્ડવીચની જેમ બંધ હોય છે અને અંદરના ભાગમાં ભારે શક્તિશાળી દારુગોળો ભરેલો હોય છે અને ડ્રોન અથડાતા જ જબરો વિસ્ફોટ થાય છે. આ પ્રકારના 100 અનમેન એરીયલ સિસ્ટમ યુક્રેનને આપી છે. આમ કુલ 800 મીલીયન ડોલરનું મીલીટ્રી પેકેજ યુક્રેનને પહોંચાડ્યું છે.

(6:40 pm IST)