Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

એક લાખથી પણ ઓછી કિંમતમાં આ કંપનીએ ઇલેક્ટ્રિક બાઈક લૉંચ કરી

નવી દિલ્હી: ઈલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ કંપની ઓબેન ઈવી (Oben EV) એ પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે, જેની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી છે. Oben Rorrમાં કંપનીએ 4.4kWh ની લિથિયમ આયર્ન બેટરી આપી છે, તેની સાથે 10 kWની ઈલેક્ટ્રિક મોટર છે, જે 62Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. આની બેટરી સિંગલ ચાર્જમાં 200 કિમી સુધી દૂર જવાની રેન્જ આપે છે, જેને ફૂલ ચાર્જ થવામાં 2 કલાકનો સમય લાગે છે.

આ બાઈક માત્ર 3 સેકન્ડમાં 0 થી 40 કિમીનો પિકઅપ લે છે. તેમજ, આની ટોપ-સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે. તેમાં 3 રાઈડીંગ મોડ Eco, City અને Havoc મળે છે. આ બાઈકને ડિઝાઇન કરવામાં એરોડાયનામિકસનો વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આની બેટરીને એવી રીતે ફીટ કરવામાં આવી છે, જેથી બાઈકની સ્પીડ બનાવી રાખવામાં મદદ મળે, સાથે આ બાઈક પૂરી વોટરપ્રૂફ પણ છે.

આ ઉપરાંત 230mmની ગ્રાઉન્ડ ક્લીયરેંસ, થેફ્ટ પ્રોટેક્શન, ડ્રાઇવર અલર્ટ સિસ્ટમ જેવા કનેક્ટેડ ફીચર્સની સાથે આવે છે. જેમાં LED લાઈટ, ટેલિસ્કોપિક ફોકર્સ, બ્લેક એલોય વ્હીલ અને ડિજિટલ મીટર કંસોલ છે. સાથે જ બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક પણ છે. કંપની તેના પર 3 વર્ષ અથવા 60,000 કિમી સુધીની વોરન્ટી આપી રહી છે.

(6:39 pm IST)