Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

જમતી વખતે ઘોડો ચાલતો હોય એવા અવાજને લીધે મુશ્કેલી

અમેરિકામાં રહેતી ચેલ્સી રોબેસન નામની યુવતીએ જડબામાંથી આવતા વિચિત્ર અવાજને લઈને એક ટિકટોક વિડિયો પણ બનાવ્યો છે

ન્યુયોર્ક, તા.૧૭: એક યુવતી સાથે કોઈ યુવક ડેટ કરવા નથી માગતો, કારણ કે નાની હતી ત્યારે ચહેરા પર બોલ વાગવાને કારણે તેનું જડબું ખસી ગયું હતું. અમેરિકામાં રહેતી ચેલ્સી રોબેસન નામની યુવતીએ જડબામાંથી આવતા વિચિત્ર અવાજને લઈને એક ટિકટોક વિડિયો પણ બનાવ્યો છે. જડબાની આ સમસ્યા દૂર કરવા માટે તેણે સર્જરી પણ કરાવી હતી, પરંતુ એમ છતાં જમતી વખતે વિચિત્ર અવાજ આવે છે. એને લઈને તેની સાથે ડેટ પર જવા માટે કોઈ આગળ આવતું નથી એવો દાવો ચેલ્સીએ કર્યો છે. ઘણી વખત તે પોતાના ચહેરા પર સતત મારે છે, જયાં સુધી જડબું એની જગ્યાએ ન આવી જાય. વળી જમવા બેસે ત્યારે હૃદયના ધબકારા જેવો  અવાજ પણ આવે છે. ચેલ્સીએ મૂકેલા વિડિયોમાં પણ જાતજાતની કમેન્ટ આવી છે. એક વ્યકિતએ કહ્યું કે કોન્ક્રીટના રસ્તા પર દ્યોડો ચાલતો હોય એવો તેનો અવાજ છે. અન્ય એક વ્યકિતએ લખ્યું છે કે જડબાને પોતાના મૂળ સ્થાને લાવવા માટે ચહેરાને મારો છો એ બહુ ખરાબ લાગે છે.

(3:13 pm IST)