Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

આ નાનકડી કારની કિંમત છે ૧.૧૦ કરોડ

લગભગ ૪ લિટર પેટ્રોલમાં ૧૦૦ માઇલ સુધી ચાલી શકે છે

લંડન, તા.૧૭: ૧૯૬૦ના દસકાની આ નાનકડી કાર ઓકશનમાં ૧.૧૧ લાખ પાઉન્ડ (૧.૧૦ કરોડ રૂપિયા)માં વેચાઈ છે, જે લગભગ ૪ લિટર પેટ્રોલમાં ૧૦૦ માઇલ સુધી ચાલી શકે છે અને એની ટોપ સ્પીડ ૩૮ માઇલ પ્રતિ કલાકની છે. આ પિલ પી૫૦ માઇક્રો-મોટરમાં માત્ર ડ્રાઇવર માટે બેસવાની જગ્યા છે અને એને રિવર્સ ગિયર નથી.  એનું ઓનલાઇન ઓકશન કરનાર કાર એન્ડ કલાસિકસે જણાવ્યું હતું કે આ કાર ૧૯૬૩માં  ઇંગ્લેન્ડના બ્લેકપુલ ટાવરમાં લિફ્ટમાં લઈ જવાઈ હતી અને સ્ટન્ટ તરીકે ચલાવાઈ હતી.આ ઓનલાઇન ઓકશનર્સના સ્પોકસપર્સને જણાવ્યું હતું હતું કે આ કારના ગ્લેમરસ ઇતિહાસ અને એકદમ યુનિક ફીચર્સને કારણે આ કાર સારી કિંમતે વેચાઈ છે.

(3:13 pm IST)