Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

ફ્રાંસ સહીત યુરોપના મોટાભાગના દેશોમાં બુરખા સહીત હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: કર્ણાટકમાં હાઈકોર્ટે શાળામાં વિદ્યાર્થિનીઓ હિજાબ નહીં પણ ફરજીયાત યુનિફોર્મ પહેરે તેવો ચૂકાદો આપ્યો છે ત્યારે વિશ્વના ઘણા દેશોમાં તો જાહેર સ્થળોએ બુરખા અને હિજાબ પર પ્રતિબંધ છે.ફ્રાંસ યુરોપનો એવો પ્રથમ દેશ બન્યો હતો કે જેણે છેક 2011માં હિજાબ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ નિડર નિર્ણય તત્કાલિન પ્રમુખ સારકોજીએ લીધો હતો. તેમનું માનવું હતું કે બુરખા કે હિજાબ મહિલાઓ પર અત્યાચાર સમાન છે તેના નિર્ણયનો ફ્રાંસ અને વિશ્વના ઈસ્લામ દેશોમાંથી ભારે વિરોધ પણ નોંધાયો હતો છતાં તેઓ મક્કમ રહ્યા હતા. ફ્રાંસમાં મુસ્લિમ મહિલાઓ સ્વિમિંગ કરતી વખતે આખું શરીર ઢંકાય તે માટે ખાસ ડિઝાઈનનો બુર્કિની તરીકે ઓળખાતા સ્વીમ સ્યુટ પહેરે છે. 2016માં આ ડિઝાઈનર સ્વીમ સ્યુટની શરૂઆત થઈ ત્યારે કેટલીક મહિલાઓ ઢાંકેલા ચહેરા સાથે મીડિયાને મંતવ્યો વ્યક્ત કર્યાહતા કે તેઓ અંગપ્રદર્શન ન થાય તેવી તકેદારી સાથે બીકીની પહેરવા કે વસ્ત્રો પહેરવા ઈચ્છે છેપણ તેઓના પુરૂષ બુરખા કે હિજાબ ન પહેરીએ તો અમારી જોડે સંબંધ તોડી નાંખવાની એ અત્યાચારની ધમકી આપે છે. જો કે આવા બુર્કિની સ્વીમ સ્યુટ પર રાષ્ટ્રીય પ્રતિબંધ લાગુ ન થઈ શકે તેમ ફ્રાંસની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા હાલ બુર્કિની સ્વીમ સ્યુટ લોકપ્રિય છે.

(6:17 pm IST)