Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

ચીન-ઓસ્ટ્રેલિયા વચ્ચે તણાવ વધી રહ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે ઓસ્ટ્રેલિયાએ એવુ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે કે, ચીન સાથે અમારો તણાવ વધી રહ્યો છે અને તે ગમે ત્યારે યુધ્ધમાં ફેરવાઈ શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના મિત્ર ગણાતા અમેરિકાએ હજારોની સંખ્યામાં સૈનિકો, સપાટી પરથી સપાટી પર માર કરી શકે તેવી મિસાઈલ્સ, તોપ, રોકેટ અને ડ્રોન ઓસ્ટ્રેલિયા મોકલવાનુ શરુ કર્યુ છે.આ સૈનિકો ઓસી સેનાને હથિયારોના ઉપયોગનુ નિર્દેશન આપશે. અમેરિકાએ પોતાની મરીન ફોર્સના 2200 જવાનોને સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનુ નક્કી કર્યુ છે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી પહેલા જ કહી ચુકયા છે કે, ચીન સાથેના સંઘર્ષને ઓછો આંકવાની જરુર નથી.દુનિયા ભલે રશિયા અને યુક્રેનના સંઘર્ષ પર નજર રાખી રહી હોય પણ ચીન તાઈવાન પર કબ્જો કરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ઓસી સેનાને પ્રશિક્ષણ આપવા માટે 1000 મરીન સૈનિકો પહેલા જ ઓસ્ટ્રેલિયા પહોંચી ચુકયા છે.આ સૈનિકો ડાર્વિનમાં તૈનાત છે .

(6:14 pm IST)